Home> World
Advertisement
Prev
Next

અમેરિકી હાઉસમાં ટ્રમ્પની પાર્ટીને બહુમત, મિડ ટર્મ ઈલેક્શનમાં હાઉસની 218 સીટો જીતી બહુમત મેળવ્યો

અમેરિકામાં યોજાયેલી મિડ ટર્મ ઈલેક્શનમાં રિપબ્લિકન પાર્ટીએ હાઉસની 435માંથી 218 સીટ જીતી લીધી છે. ભલે પાર્ટીએ સામાન્ય અંતરથી બહુમત હાંસલ કર્યો છે. પરંતુ તેની સીધી અસર 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જોવા મળી શકે છે.

અમેરિકી હાઉસમાં ટ્રમ્પની પાર્ટીને બહુમત, મિડ ટર્મ ઈલેક્શનમાં હાઉસની 218 સીટો જીતી બહુમત મેળવ્યો

વોશિંગ્ટન: અમેરિકામાં 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. ટ્રમ્પ બુધવારે જ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટી તરફથી દાવેદારીનું એલાન કરી ચૂક્યા છે. તેની જાહેરાતના એક દિવસ પછી ડોનલ્ડ ટ્રમ્પની પાર્ટીએ મિડ ટર્મ ચૂંટણીમાં સંસદના નીચલા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમત હાંસલ કરી લીધો છે. તેને રિપબ્લિકન પાર્ટી માટે પ્લસ પોઈન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. જેનાથી ટ્રમ્પની ચૂંટણી યાત્રાને લાભ મળી શકે તેમ છે.

fallbacks

કેટલી સીટો મળી:
અમેરિકામાં યોજાયેલી મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને સદનની 435માંથી 218 બેઠક મળી છે. ભલે પાર્ટીએ સામાન્ય અંતરથી બહુમત હાંસલ કર્યો છે. પરંતુ તેની સીધી અસર 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જોવા મળી શકે છે. કેમ કે ચાર વર્ષથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટ્સની બોલબાલા હતી. પરંતુ હવે રિપબ્લિક્ને તેના પર કબજો કરી લીધો છે.

જો બાઈડેને શું કહ્યું:
રિપબ્લિકન પાર્ટીની જીત પર રાષ્ટ્રપતિ જો બાઈડેને પાર્ટીને શુભેચ્છા આપતાં કહ્યું કે તે બધાની સાથે મળીને કામ કરવા તૈયાર છે. પછી તે રિપબ્લિકન પાર્ટી હોય કે ડેમોક્રેટ્સ. પરંતુ બાઈડેનને હવે સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં ઘણી મુશ્કેલી ઉભી થશે.

જાન્યુઆરીમાં સ્પીકર માટે મતદાન થશે:
આગામી વર્ષે જાન્યુઆરીમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકરની ચૂંટણી થવાની છે. જેમાં સદનના સભ્ય મતદાન કરશે. માઈનોરિટી લીડર કેવિન મેક્કાર્થીને રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સદનમાં રિપબ્લિકન પાર્ટીના બહુમતથી સ્પષ્ટ થઈ જાય છે કે આગામી સ્પીકર રિપબ્લિકન પાર્ટીના જ હશે. નિયમો અંતર્ગત રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પાર્ટી તરફથી સ્પીકર પદ માટે ઉમેદવારોને લઈને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મતદાન થાય છે. એવામાં સ્વાભાવિક છે કે રિપબ્લિકન પાર્ટીના સભ્ય સદનમાં પોતાની પાર્ટીના ઉમેદવારની જ પસંદગી કરશે. હાલમાં નેન્સી પેલોસી હાઉસ ઓફ રિપ્રિઝન્ટેટિવ્સના સ્પીકર છે.

આ વીડિયો પણ ખાસ જુઓ...

બાઈડેનની મુશ્કેલી વધશે:
રાષ્ટ્રપતિ બાઈડેનનો કાર્યકાળ હજુ બે વર્ષનો બાકી છે. એવામાં સંસદના નીચલા સદનમાં રિપબ્લિકન પાર્ટીના બહુમતથી તેમના બાકી રહેલા કાર્યકાળ સામે અનેક સમસ્યા ઉભી થઈ શકે તેમ છે. બંને પક્ષની વચ્ચે ટેક્સ સ્લેબ વધારવા અને યુક્રેનને વધારે સહાયતા આપવા સહિત અનેક મામલા પર સંઘર્ષ વધવાની શક્યતા છે. તેનાથી બાઈડેનની મુશ્કેલી વધશે તે નક્કી છે. અને આવું કરવામાં ટ્રમ્પ કોઈ કસર બાકી નહીં રાખે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More