Home> India
Advertisement
Prev
Next

સુષ્મા સ્વરાજની સ્પષ્ટતા, આંધ્રપ્રદેશના રાજ્યપાલ બન્યાના સમાચાર માત્ર અફવા

સુષ્મા સ્વરાજે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જે પ્રકારના સમાચાર મીડિયામાં વહેતા થયા છે તે એક અફવા માત્ર છે

સુષ્મા સ્વરાજની સ્પષ્ટતા, આંધ્રપ્રદેશના રાજ્યપાલ બન્યાના સમાચાર માત્ર અફવા

નવી દિલ્હી : થોડા સમયથી પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આંધ્રપ્રદેશના રાજ્યપાલ બન્યાનાં સમાચારો આવી રહ્યા છે. જો કે હવે આ સમાચારને સુષ્મા સ્વરાજે પોતે જ ફગાવી દીધા છે. તેમણે પોતાનાં અધિકારીક ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી. પોતાનાં ટ્વિટર એકાઉન્ટથી સુષ્મા સ્વરાજે રાજ્યપાલ બનાવાયાના સમાચારોને ખોટા ગણઆવ્યા હતા. ટ્વીટમાં સુષ્માએ લખ્યું કે, મને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવનારા સમાચારો સાચા નથી. 

fallbacks

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને એક ટ્વીટથી સસ્પેંસ પેદા કર્યું હતું. જેમાં તેમણે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનવા માટેની શુભકામના પાઠવી હતી. જો કે ત્યાર બાદ તેમણે ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. જેની અટકળોનું બજાર વધારે ગરમ થઇ ગયું હતું. હર્ષવર્ધન ટ્વીટ કરતા લખ્યું, ભાજપના વરિષ્ઠ નેતા અને મારા દીદી પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનવા અંગે ખુબ જ શુભકામનાઓ આપી. તમામ ક્ષેત્રોમાં તમારા લાંબા અનુભવથી પ્રદેશની જનતાને ફાયદો મળશે. 

જો કે જ્યા સુધી હર્ષવર્ધને ટ્વીટ ડિલીટ કર્યું, તેઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ચુક્યું હતું. જો કે સુષ્મા સ્વરાજની સ્પષ્ટતા બાદ હવે તે સ્પષ્ટ થઇ ચુક્યું છે કે સ્વરાજને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં નથી આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, સુષ્મા સ્વરાજ લોકસભા ચૂંટણી લડ્યા નથી. આ ઉપરાંત તેઓને મંત્રીમંડળમાં સ્થાન પણ મળ્યું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More