Home> India
Advertisement
Prev
Next

દિલ્હી હિંસાના આરોપી તાહિર હુસૈનની ધરપકડ, IB કર્મચારી અંકિત શર્માની હત્યાનો છે આરોપ


તાહિર હુસૈન દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટમાં સરેન્ડર કરવાનો હતો. 
 

 દિલ્હી હિંસાના આરોપી તાહિર હુસૈનની ધરપકડ, IB કર્મચારી અંકિત શર્માની હત્યાનો છે આરોપ

નવી દિલ્હીઃ નોર્થ ઈસ્ટ દિલ્હીમાં થયેલા તોફાનોમાં મોસ્ટ વોન્ટેડ આરોપી અને આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેટ કોર્પોરેટર તાહિર હુસૈન (Tahir Hussain)ની સરેન્ડર કરતાં પહેલા ધરપકડ કરી લેવામાં આવી છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે તાહિર હુસૈનની ધરપકડ કરી છે. સૂત્રોના હવાલાથી માહિતી છે કે તાહિર હુસૈને આજે રાઉજ એવેન્યૂ કોર્ટમાં સરેન્ડર કરવાની તૈયારી કરી હતી. આ પહેલા બુધવારે તાહિર હુસૈને દિલ્હી કોર્ટમાં આગોતરા જામીન આપવાની માગ કરી હતી. મહત્વનું છે કે તાહિર હુસૈન પર આઈબી કર્મચારી અંકિત શર્માની હત્યાનો આરોપ છે. 26 ફેબ્રુઆરીએ દિલ્હી હિંસા દરમિયાન અંકિત શર્માનો મૃતદેહ ચાંદબાગના નાલામાંથી મળ્યો હતો.

fallbacks

અંકિતના પિતા રવિન્દ્ર કુમારે પુત્રની હત્યાનો આરોપ આપના કોર્પોરેટર તાહિર હુસૈન પર લગાવ્યો હતો. તાહિર હુસૈનની ઓફિસ ચાંદબાગના પુલની પાસે છે. તાહિર પર આરોપ છે કે તેણે દિલ્હી હિંસા દરમિયાન લોકોને ભેગા કર્યાં હતા. આ લોકો પથ્થર અને પેટ્રોલ બોમ્બ દ્વારા હિંસા ફેલાવી રહ્યાં હતા. 

મહત્વનું છે કે 24 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસામાં 47 લોકોના મોત થઈ ચુક્યા છે. તો 250થી વધુ લોકો હિંસામાં ઈજાગ્રસ્ત થયા હતા, જેની સારવાર ચાલી રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More