Home> Sports
Advertisement
Prev
Next

T-20 World Cup ફાઇનલમાં મહિલા ટીમ, આ દિગ્ગજોએ આપી શુભેચ્છા


આઈસીસી ટી20 મહિલા વિશ્વકપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા પહોંચી ચુકી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારો મુકાબલો આજે વરસાદને કારણે રદ્દ થયો, જેના કારણે ટીમ ઈન્ડિયાને ગ્રુપમાં ટોપ પર રહેવાનો ફાયદો મળ્યો અને ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. 

T-20 World Cup ફાઇનલમાં મહિલા ટીમ, આ દિગ્ગજોએ આપી શુભેચ્છા

સિડનીઃ આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા પહોંચી ચુકી છે. આજે સેમિફાઇનલમાં તેની મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનાવી હતી, પરંતુ વરસાદને કારણે મેચ રદ્દ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા ગ્રુપ-એમાં ટોપ પર હતી, જેનો તેને ફાયદો મળ્યો અને તે મેચ રમ્યા વગર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ફાઇનલ મુકાબલો 8 માર્ચે મેલબોર્નમાં રમાશે. ગ્રુપ-બીમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ટોપ પર છે. બીજી સેમિફાઇનલ મેચ આજે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહી છે. 

fallbacks

વિરાટ કોહલી

fallbacks
ટીમ ઈન્ડિયાના સ્કીપર વિરાટ કોહલીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઈન્ડિયન વુમન્સ ટીમને ફાઇનલ સુધી પહોંચવા માટે ખુબ ખુબ શુભેચ્છા. અમને તમારા બધા પર ગર્વ છે અને ફાઇનલ માટે બેસ્ટ ઓફ લક. 

કેએલ રાહુલ

fallbacks
મહિલા ટીમ પ્રથમવાર ફાઇનલમાં પહોંચી છે. તેની આ જીત પર ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે. તેણે ટ્વીટ કર્યું, ટી20 વિશ્વકપની ફાઇનલમાં પહોંચવા માટે શુભેચ્છાઓ. તમને બધાને ગુડલક અને ટ્રોફી લઈને દેશ આવો. 

વીરેન્દ્ર સહેવાગ

fallbacks
પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવારે પોતાના ટ્વીટમાં કહ્યું કે, સેમિફાઇનલ મુકાબલો જોવામાં મજા આવત, પરંતુ ઇંદ્રદેવની આગળ કોણ જીતી શકે છે. મહેનતનું પરિણામ સારૂ લાગે છે. ગ્રુપ મેચોમાં સતત જીતનો આ રિવોર્ડ છે. તમને બધાને શુભેચ્છા અને આવનારો રવિવાર (8 માર્ચ) તમારા માટે ઐતિહાસિક હોય. 

વીવીએસ લક્ષ્મણ

fallbacks
પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે ટ્વીટ કરીને કહ્યું કે, આ મેચ શાનદાર હોત. તેમ છતાં જીત માટે મહિલા ટીમને શુભેચ્છા. તમને બધાને ફાઇનલ માટે ઓલ ધ બેસ્ટ. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More