Home> India
Advertisement
Prev
Next

Vegetarian Dish: આ જાણીતા ગીતકારે Swiggyમાં ઓર્ડર કર્યું વેજ ભોજન અને અંદર જે નિકળ્યું....

Ko Sesha એ આરોપ લગાવ્યો કે તેણે સ્વિગીમાં શાકાહારી ભોજન ઓર્ડર કર્યું હતું પરંતુ તેમાં ચિકનના પીસ મળ્યા. 
 

Vegetarian Dish: આ જાણીતા ગીતકારે Swiggyમાં ઓર્ડર કર્યું વેજ ભોજન અને અંદર જે નિકળ્યું....

નવી દિલ્હીઃ Tamil Lyricist Slams Swiggy: ફૂડ ડિલીવરી ચેન કંપની સ્વિગી વિવાદોમાં છે. હકીકતમાં તમિલ ગીતકાર Ko Sesha એ આરોપ લગાવ્યો કે તેમણે સ્વિગીમાંથી શાકાહારી વસ્તુ ઓર્ડર કરી હતી, પરંતુ તેમાં ચિકનના પીસ મળ્યા. Ko Sesha એ ટ્વીટ કરતા સ્વિગી પર આ આરોપ લગાવ્યો છે. 

fallbacks

Ko Sesha એ ટ્વીટમાં શું લખ્યું? 
Ko Sesha એ લખ્યુ, 'કોબી મંચૂરિયન વિધ કોર્ન ફ્રાઇડ રાઇસમાં ચિકન માંસના ટુકડા મળ્યા, જેનો મેં @tbc_india માં @Swiggy પર ઓર્ડર કર્યો હતો. તેનાથી પણ ખરાબ વાત છે કે સ્વિગી કસ્ટમર કેયરે મારી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે 70 રૂપિયાનું વળતર આપવાની રજૂઆત કરી હતી.'

તેમણે એક અન્ય ટ્વીટમાં કહ્યું કે હું માંગ કરુ છું કે સ્વિગીના એક પ્રતિનિધિ, જે સ્ટેટ હેડથી નીચે લેવલના ન હોય, મારી વ્યક્તિગત રૂપે માફી માંગવા કોલ કરે. હું કાયદાકીય ઉપાયના પોતાના અધિકારને પણ સુરક્ષિત રાખુ છું. 

Ko Sesha ના ટ્વીટને 800થી વધુ લાઇક્સ અને કોમેન્ટ્સ મળી ચુક્યા છે. એક યૂઝરે લખ્યું કે, આ લાગતું નથી ચિકન હોય. તમને કેમ ખબર પડી કે આ ચિકન છે. શું તમે પહેલા ટેસ્ટ કર્યું છે. 

આ પણ વાંચોઃ ડોલો-650ના વેચાણ માટે ડોક્ટરોને 1 હજાર કરોડની ભેટ, દાવો સાંભળીને સુપ્રીમ કોર્ટ પણ આશ્ચર્યચકિત

યૂઝરનો જવાબ આપતા Ko Sesha એ કહ્યું કે મારા બે માંસાહારી મિત્રોએ ચિકનના પીસને ચાખ્યા અને પુષ્ટિ કરી. મારી પાસે હજુ પણ પીસ છે. તમે આવી શકો છો, સ્વાદ લઈ શકો છો. લોકો આ ગીતકારના ટ્વીટ પર જુદી-જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. પરંતુ તેમના આ ટ્વીટ બાદ ફરી ફૂડ ડિલીવરી કંપનીઓ વિવાદોમાં જરૂર આવી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More