Home> India
Advertisement
Prev
Next

જમ્મુ-કાશ્મીર: સ્થાનિક નિગમની ચૂંટણી પહેલા આતંકવાદીઓની ધમકીથી તણાવ

કાશ્મીર ખીણમાંન ગરનિગમ ચૂંટણીની શરૂઆત પહેલા રવિવારે આકરી સુરક્ષા અને વધી રહેલા તણાવ વચ્ચે મતદાતાઓની ભાગીદારીના મુદ્દે અસંમજસ વધી ગઇ છે, કારણ કે આતંકવાદીઓએ ઉમેદવાર અને મતદાતાઓ બંન્નેને ધમકી આપી છે. તે ઉમેદવારોની સુરક્ષા માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પર હજી પણ આતંકવાદીઓનો ખતરો યથાવત્ત છે. 

જમ્મુ-કાશ્મીર: સ્થાનિક નિગમની ચૂંટણી પહેલા આતંકવાદીઓની ધમકીથી તણાવ

જમ્મુ : કાશ્મીર ખીણમાંન ગરનિગમ ચૂંટણીની શરૂઆત પહેલા રવિવારે આકરી સુરક્ષા અને વધી રહેલા તણાવ વચ્ચે મતદાતાઓની ભાગીદારીના મુદ્દે અસંમજસ વધી ગઇ છે, કારણ કે આતંકવાદીઓએ ઉમેદવાર અને મતદાતાઓ બંન્નેને ધમકી આપી છે. તે ઉમેદવારોની સુરક્ષા માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પર હજી પણ આતંકવાદીઓનો ખતરો યથાવત્ત છે. 

fallbacks

અધિકારીઓએ ચૂંટણી પ્રક્રિયા પહેલા ખીણમાં તમામ ઉમેદવારોને સુરક્ષીત સ્થાનો પર પહોંચાડી દીધી. ખીણની બે મોટી પાર્ટીઓ નેશનલ કોન્ફરન્સ (એનસી) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સાથે જ માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ), હકિમ યાસીનનું નેતૃત્વ વાળી પીપલ્સ ડેમોક્રેટિક ફ્રંટ (પીડીએફ) અને ગુલામ હસન મીરની અધ્યક્ષતાવાળી ડેમોક્રેટિક પાર્ટી નેશનલિસ્ટ (ડીપીએન)એ પોતાને ચૂંટણીથી દુર રાખી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ), કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે. 

અત્યાર સુધી 244 ઉમેદવાર નિર્વિરોધ પસંદગી પામ્યા
અત્યાર સુધી 244 ઉમેદવાર નિર્વિરોધ પસંદગી પામી ચુક્યા છે. જ્યારે કાશ્મીર ખીણની 159 નગરપાલિકા વોર્ડ માટે કોઇ પણ ઉમેદવાર મેદાનમાં નથી. આંકડાની દ્રષ્ટીએ જોઇએ તો ખીણમાં 29 ટકા મતદાતાઓ પાસે પોતાનાંવોર્ડોમાં ચૂંટાવા માટે કોઇ ઉમેદવાર જ નથી. ખીણનાં કોઇ પણ સ્થાન પર ચૂંટણી પ્રચાર અભિયાન પણ જોવા નહોતી મળી. જો કે ઉમેદવાર સંશયમાં અને આ સવાલ યથાવત્ચ છે કે સોમવારે મતદાન માટે લોકો પોતાનાં ઘરની બહાર નિકળશે કે નહી પણ. આતંકવાદીઓએ ઉમેદવારો અને મતદાતાઓ બંન્નેની ધમકીઓ ચાલુ છે. બીજી તરફ અલગતાવાદીએ લોકોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદારી નહી કરવાની અપીલ કરી છે અને સમગ્ર ખીણ બંધની પણ જાહેરાત કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More