Home> India
Advertisement
Prev
Next

પોતાને કહે છે કૃષ્ણના 'વંશજ', એવું ગામ જ્યાં દૂધ વેચાતુ નથી, વહેંચાય છે

મહારાષ્ટ્રમાં હિંગોલી જિલ્લાના એક ગામના લોકો પોતાને ભગવાન કૃષ્ણના વંશજ ગણાવે છે અને દૂધ વેચતા નથી પરંતુ જરૂરિયાતમંદોને મફત આપે છે. મહારાષ્ટ્રના અનેક ખેડૂતો અને નેતાઓએ આ મહિને દૂધના ભાવ વધારવાની માંગને લઇને પ્રદર્શન કર્યું હતું. 

પોતાને કહે છે કૃષ્ણના 'વંશજ', એવું ગામ જ્યાં દૂધ વેચાતુ નથી, વહેંચાય છે

ઔરંગાબાદ: મહારાષ્ટ્રમાં હિંગોલી જિલ્લાના એક ગામના લોકો પોતાને ભગવાન કૃષ્ણના વંશજ ગણાવે છે અને દૂધ વેચતા નથી પરંતુ જરૂરિયાતમંદોને મફત આપે છે. મહારાષ્ટ્રના અનેક ખેડૂતો અને નેતાઓએ આ મહિને દૂધના ભાવ વધારવાની માંગને લઇને પ્રદર્શન કર્યું હતું અને રસ્તા પર દૂધ ઢોળી દેવામાં આવ્યું હતું, તો બીજી તરફ યેલેગાંવ ગાવલીના લોકોએ ક્યારેય દૂધ વેચ્યું નથી. ગામમાં લગભગ દરેક ઘરમાં દુધાળા પશુઓ છે. 

fallbacks

ગામના રાજાભાઉ મંડાડે (60)એ કહ્યું કે ''યેલેગાંવ ગાવલીનો અર્થ એ છે કે દૂધિયું ગામ. અમે પોતાને ભગવાન કૃષ્ણના વંશજ ગણીએ છીએ એટલે અમે દૂધ વેચતા નથી. ગામમાં ઓછામાં ઓછા 90 ટકા ઘરોમાં ગાય, ભેંસ અને બકરી સહિત અન્ય પશુઓ છે અને અહીં દૂધ ન વેચવાની પરંપરા પેઢીઓથી ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે જ્યારે વધુ દૂધ થઇ જાય છે તો વિભિન્ન દૂધ ઉત્પાદન બનાવવામાં આવે છે, પરંતુ કોઇને પણ વેચવામાં આવતા નથી અને જરૂરિયાતમંદોને મફતમાં વેચવામાં આવે છે. 

તેમણે કહ્યું કે ''ગામમાં જન્માષ્ટમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગામમાં એક કૃષ્ણ મંદિર છે. જોકે કોવિડ-19 મહામારીના લીધે આ વખતે તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે.''

ગામના સરપંચ શેખ કૌસર (44)એ કહ્યું કે દૂધ ન વેચવાની પરંપરા તમામ ધર્મોના ગ્રામીણ અપનાવે છે. તેમણે કહ્યું કે ''ગામમાં કોઇપણ વ્યક્તિ, ભલે હિંદુ હોય કે મુસલમાન અથવા કોઇ અન્ય ધર્મ સાથે સંબંધ ધરાવનાર હોય, કોઇપણ પોતાના પ્રાણીનું દૂધ વેચતો નથી.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More