Condom Gift: ભારતમાં, જન્મદિવસ પર કેક કાપવાનું અને ગિફ્ટ આપવાનું સામાન્ય છે, પરંતુ મહારાષ્ટ્રની નાગપુર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં એક અનોખી અને સામાજિક જાગૃતિ લાવવા એક નવી પરંપરા ચાલું કરી છે. અહીં વિદ્યાર્થીઓ તેમના મિત્રોને તેમના જન્મદિવસ પર એક ખાસ ભેટ આપે છે, જેમાં ત્રણ કોન્ડોમ અને એક સેનિટરી નેપકિનનો સમાવેશ થાય છે.
આ ગિફ્ટ સૌથી રસપ્રદ વાત એ છે કે તે કોઈપણ રેપર કે ગિફ્ટ કવર વિના ખુલ્લામાં આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય જાતીય સ્વાસ્થ્ય અને માસિક સ્રાવની સ્વચ્છતા વિશે વાતચીત શરૂ કરવાનો અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે.
તેનો હેતુ શું છે?
આ પહેલ પાછળનો મજબૂત વિચાર એ છે કે વિદ્યાર્થીઓમાં એઇડ્સ, અનિચ્છનીય ગર્ભાવસ્થા અને માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છતા વિશે જાગૃતિ આવે. એક તરફ, આનાથી યુવા પેઢી જાતીય સ્વાસ્થ્ય વિશે જવાબદારીપૂર્વક વિચારવા મજબૂર થાય છે, તો બીજી તરફ, માસિક ધર્મ અંગેનો ખચકાટ અને શરમ પણ દૂર થઈ રહી છે.
પહેલ ક્યાંથી શરૂ થઈ?
આ પહેલ નાગપુર યુનિવર્સિટીના કેટલાક પ્રગતિશીલ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને હવે તે ધીમે ધીમે બાકીના કેમ્પસમાં પણ ચર્ચાનો વિષય બની રહી છે. વિદ્યાર્થીઓ માને છે કે આવા નાના પગલાં સમાજમાં મોટા પરિવર્તન લાવી શકે છે.
ઠંડક આપનાર 7 ફળ, જે ઉનાળામાં શરીરને રાખશે ઠંડુ અને ભરપૂર આપશે એનર્જી
વિદ્યાર્થીઓના વિચાર
એક વિદ્યાર્થીએ કહ્યું કે અમે આ વિષયો પર ખુલ્લી ચર્ચા કરવા માંગીએ છીએ જેથી કોઈ પણ યુવા જાણ કર્યા વિના ખોટા નિર્ણયો ન લે. કોન્ડોમ અને સેનિટરી પેડ્સ જેવી વસ્તુઓ શરમ નહીં પણ સમજણની નિશાની હોવી જોઈએ.
આ પહેલ શા માટે જરૂરી છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે