નવી દિલ્હીઃ કિસાનોની ટ્રેક્ટર પરેડ (Tractor Parade) દરમિયાન લાલ કિલ્લા (Red Fort Violence) પર લોકોને ઉશ્કેરવાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુ (Deep Sidhu) ની ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસ (Delhi Police) ની બે ટીમો પંજાબ માટે રવાના થઈ છે.
ક્રાઇમ બ્રાન્ચ પહેલાથી પંજાબમાં હાજર
પોલીસ અધિકારીઓ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ (Delhi Crime Branch) ની એક ટીમ પહેલાથી પંજાબમાં હાજર છે, જે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી દીપ સિદ્ધુને શોધી રહી છે. તેવામાં દિલ્હી પોલીસની અન્ય બે ટીમોનું પંજાબ રવાના થવું સિદ્ધુ માટે મુશ્કેલીના સંકત છે. અધિકારીઓ અનુસાર, જલદી દીપ સિદ્ધુની ધરપકડ કરી દિલ્હી લાવવામાં આવશે.
આ પણ વાંચોઃ Bengal Election: મમતા બેનર્જીને મોટો ઝટકો, 3 ધારાસભ્ય સહિત 5 નેતા ભાજપમાં સામેલ
દિલ્હી પોલીસ અને NIAએ મોકલી છે નોટિસ
મહત્વનું છે કે આ પહેલા દીપ સિદ્ધુને શીખ ફોર જસ્ટિસ (SFJ) ની સાથે કનેક્શનને લઈને રાષ્ટ્રીય તપાસ દળ (NIA) એ સમન જારી કર્યુ હતું. તો દિલ્હી પોલીસે પણ હિંસાની કાર્યવાહી કરતા સિદ્ધુને લુકઆઉટ નોટિસ જારી કરી હતી. પરંતુ દીપ સિદ્ધુ પોલીસની સામે હાજર ન થયો. સિદ્ધુએ પોતાના ફેસબુક પેજ પર સરેન્ડર કરવા માટે બે દિવસનો સમય માગ્યો.
સિદ્ધુએ કબુલી લાલ કિલ્લામાં હોવાની વાત
આ વીડિયોમાં દીપ સિદ્ધુએ તે પણ સ્વીકાર કર્યો કે જ્યારે લાલ કિલ્લા (Red Fort) પર નિશાન સાહિબ (Nishan Sahib) નો ઝંડો ફરકાવ્યો હતો. ત્યારે તે ત્યાં હાજર હતો. પરંતુ તેણે તેનો બચાવ કર્યો કે તેમણે તિરંગાને હટાવ્યો નથી. નિસાન સાહિબનો ઝંડો ફરકાવવાનો વિરોધ એક સાંકેતિક રીત હતી.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે