Home> Gujarat
Advertisement
Prev
Next

દુર્ભાગ્ય: રામોલમાં મહિલાનું પર્સ લૂંટીને ભાગ્યા તો સામે જ પોલીસની બાઇક હતી, હસીહસીને પેટ દુ:ખી જશે

રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણતરીના કલાકોમાં ત્રણ લુટને અંજામ આપી પોલીસની ઉંઘ હરામ કરનાર ગેંગને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. રામોલ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. જો કે આ લૂંટારૂઓ કેવી રીતે આપતા હતા લૂંટને અંજામ તે ખુબ જ ચોંકાવનારી છે. વાંચો અમારો ખાસ અહેવાલ

દુર્ભાગ્ય: રામોલમાં મહિલાનું પર્સ લૂંટીને ભાગ્યા તો સામે જ પોલીસની બાઇક હતી, હસીહસીને પેટ દુ:ખી જશે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણતરીના કલાકોમાં ત્રણ લુટને અંજામ આપી પોલીસની ઉંઘ હરામ કરનાર ગેંગને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. રામોલ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. જો કે આ લૂંટારૂઓ કેવી રીતે આપતા હતા લૂંટને અંજામ તે ખુબ જ ચોંકાવનારી છે. વાંચો અમારો ખાસ અહેવાલ

fallbacks

હું ટેન્શનમાં હોઉ ત્યારે હસ્તમૈથુન કરૂ છું તુ શું કરે છે? તેમ કહી હસને યુવતીને બાહોમાં ભરી લીધી અને...

આ શાતીર આરોપીઓ છે જે ભીડભાડ વાળી જગ્યા અને બીઆરટીએસ બસમાં પેસેન્જરોને ટાર્ગેટ કરી રાહદારીઓ તથા પેસેન્જરોને ભીડનો લાભ લઈને મોબાઈલ ફોન તથા પર્સની ચીલઝડપ કરીને નાસી જતા હતા. પોલીસ કસ્ટડીમાં ઉભેલા ચારેય આરોપીઓના નામ હિરેન સંઘાણી, અમિત ભવન, વિકાસ શુક્લા અને શૈલેષ યાદવ છે. આ ચારેય આરોપીઓએ છેલ્લા કેટલાક સમયથી રામોલ પોલીસ સ્ટેશનની હદમાં તરખાટ મચાવી હતી.

સુરતના પાંડેસરામાં ટેક્ષ કન્સલટન્ટ યુવકનાં ક્રેડીટ કાર્ડમાંથી 2.30 લાખનું બારોબાર ટ્રાન્જેક્શન

ચાર આરોપી પૈકી વિકાસ શુકલા અને શૈલેષ યાદવ આ બંને આરોપીઓ ભીડભાડવાળી જગ્યાઓ પસંદ કરીને રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ફોન તથા પર્સની ચીલઝડપ કરીને ફરાર થઈ જતા હતા. જ્યારે આરોપી હિરેન સંઘાણી તથા અમિત ભવન બીઆરટીએસ બસમાં પ્રવેશી બસમાં સવાર પેસેન્જરોની નજર ચૂકવી પર્સની ચોરી કરી પલાયન થઈ જતાં હતા. જોકે રામોલ પોલીસની ટીમે હોક બાઈકની મદદથી આરોપીઓને ગણતરીની મિનિટોમાં ઝડપી પાડયા છે. પોલીસ પૂછપરછમાં રામોલ પોલીસ સ્ટેશન ૧૦ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. આરોપીઓના રિમાન્ડ બાદ શહેરમાં મોબાઇલ ફોન તથા પર્સ ચોરીના વઘુ ગુનાના ભેદ ઉકેલાઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More