Home> India
Advertisement
Prev
Next

કન્હૈયા લાલ હત્યાકાંડમાં મોટો ખુલાસો, 10 દિવસ પહેલાં રચવામાં આવ્યું હતું હત્યાનું કાવતરું

ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલના હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. જાણકારી અનુસાર 17 જૂનના રોજ કન્હૈયા લાલની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું અને પછી 28 જૂનના રોજ ગળું કાપીને બર્બરતાથી કન્હૈયા લાલની હત્યા કરવામાં આવી હતી. હ

કન્હૈયા લાલ હત્યાકાંડમાં મોટો ખુલાસો, 10 દિવસ પહેલાં રચવામાં આવ્યું હતું હત્યાનું કાવતરું

Kanhaiya lal murder case: ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલના હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. જાણકારી અનુસાર 17 જૂનના રોજ કન્હૈયા લાલની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું અને પછી 28 જૂનના રોજ ગળું કાપીને બર્બરતાથી કન્હૈયા લાલની હત્યા કરવામાં આવી હતી. હત્યાના કાવતરા દરમિયાન જ આરોપી ગૌસ મોહમંદ અને રિયાઝે કન્હૈયા લાલ સહિત ત્રણો લોકોના ગળા કાપવાની જાહેરાત કરી હતી. ઉદયપુરમાં નૂપુર શર્માના વિરૂદ્ધ પ્રોટેસ્ટ થયા હતા જેમાં આરોપી પણ સામેલ હતા. સાથે નૂપુર શર્માના સમર્થક તરીકે કન્હૈયા લાલ, નિતિન જૈન અને એક અન્ય વ્યક્તિ પનેરિયાનું નામ સામે આવ્યું છે.  

fallbacks

નૂપુર વિરૂદ્ધ પ્રદર્શનમાં થયા હતા સામેલ
નૂપુર શર્માને લઇને થનાર દરેક વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે આરોપી ગૌસ મોહમંદ અને રિયાઝ મોહમંદ જતા હતા. ત્યારબાદ ગૌસ મોહમંદ અને રિયાઝ મોહમંદે ઘણા અન્ય કટ્ટરપંથી વિચારધારાવાળા લોકો સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગ દરમિયાન કન્હૈયા લાલના હત્યાનું કાવતરું રચ્યું હતું. જાણકારી અનુસાર ઉદયપુરના ખાંજીપી વિસ્તારમાં મીટિંગ થઇ હતી. 

મહિલા સાથે હોટલમાં પકડાઇ ગયો જાણિતા અભિનેતાનો ભાઇ, ચંપલ વડે મારવા લાગી ત્રીજી પત્ની

કન્હૈયા લાલ હત્યા બાદ રિયાઝ અને ગૌસ પોતે મુસ્લિમ સમુદાયના પોસ્ટર બોય બનવા માંગતા હતા. 17 જૂન બાદ જ્યારે કન્હૈયા લાલના હત્યાની વાત થઇ ત્યારથી બંને એટલે કે રિયાઝ અને ગૌસ 7 થી 8 વોટ્સએપ ગ્રુપમાં એક્ટિવ હતા. આ ગ્રુપમાં પાકિસ્તાનના પણ 8 થી 10 સભ્યો સામેલ હતા. કન્હૈયા લાલના હત્યા બાદ બંને ગ્રુપમાં જ હત્યાના કબૂલનામા (વીડિયો) નાખ્યો કેટલાક લોકો તો વોટ્સએપ ગ્રુપમાંથી નિકળી ગયા, જ્યારે કેટલાકે આ બર્બર હત્યા માટે આરોપીઓની પ્રશંસા કરી હતી. પોલીસે આ તમામની ઓળખ કરી લીધી છે. 

નેપાળ અને પાકિસ્તાનનો કર્યો પ્રવાસ
ગૌસ મોહમંદ જ્યારે પણ પોતાના સમુદાયના કોઇ વ્યક્તિને મળતો હતો તો તેનો મોબાઇલ નંબર પોતાના વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેતો હતો અને પછી તેના બ્રેનવોશનો ખેલ શરૂ થતો હતો. એ પણ જાણકારી સામે આવી છે કે રિયાઝ મોહમંદનું નેપાળ અને પાકિસ્તાનની ટૂર દાવત-એ-ઇસ્લામિકે સ્પોન્સર કર્યું હતું અને તે નેપાળ અને પાકિસ્તાન ટ્રેન દ્વારા ગયો હતો. 

ગત 8 વર્ષથી ગૌસ મોહમંદ રાજસ્થાનમાં એક્ટિવ હતો અને સ્લીપર સેલ તૈયાર કરવામાં આવી રહ્યા હતા. પરંતુ ઇંટેલીજેન્સને આ વાતની ભનક પણ લાગી ન હતી. ગૌસ મોહમંદ અને રિયાઝ ફિદાયીન હુમલા બરાબર હતા અને હત્યા કર્યા બાદ બંનેને કોઇ પસ્તાવો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More