Home> India
Advertisement
Prev
Next

Unemployment Rate: દેશમાં બેરોજગારી દરમાં સુધારો, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના લેબર ફોર્સ સર્વેમાં સામે આવી આ જાણકારી

Unemployment Rate: દેશમાં કોરોના મહામારીને રોકવા માટે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઓક્ટોબર- ડિસેમ્બર 2020 માં બેરોજરાગી દર ઘણો વધારે હતો. એનએસઓના 13 સામયિક લેબર ફોર્સ સર્વે અનુસાર જુલાઈ- સપ્ટેમ્બર 2021 માં શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર 9.8 ટકા હતો

Unemployment Rate: દેશમાં બેરોજગારી દરમાં સુધારો, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના લેબર ફોર્સ સર્વેમાં સામે આવી આ જાણકારી

Unemployment Rate India: કોરોના મહામારીની સૌથી વધુ અસર લોકોના ધંધા-રોજગાર પર પડ્યો છે. જો કે, હવે સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે બેરોજગારી દર ઓક્ટોબર-ડિસેમ્બર 2021 માં ઘટી 8.7 ટકા થઈ ગયો છે. આ આંક્ડો ગત વર્ષે આ સમયગાળામાં 10.3 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના એક ચોક્કસ સમય પર થતા લેબર ફોર્સ સર્વેમાં આ જાણકારી સામે આવી છે.

fallbacks

દેશમાં કોરોના મહામારીને રોકવા માટે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઓક્ટોબર- ડિસેમ્બર 2020 માં બેરોજરાગી દર ઘણો વધારે હતો. એનએસઓના 13 સામયિક લેબર ફોર્સ સર્વે અનુસાર જુલાઈ- સપ્ટેમ્બર 2021 માં શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર 9.8 ટકા હતો. સર્વે અનુસાર શહેરી વિસ્તારોમાં મહિલાઓમાં બેરોજગારી દર ઓક્ટોબર-ડિસેમ્બર 2021 માં ઘટી 10.5 ટકા થઈ ગયો હતો. જે એક વર્ષ પહેલા આ સમયગાળામાં 13.1 ટકા હતો. આ આંકડા જુલાઈ-સપ્ટેમ્બર 2021 માં 11.6 ટકા હતો.

પુરુષોમાં બેરોજગારી દર પણ ઓક્ટોબર-ડિસેમ્બર 2021 માં ઘટી 8.3 ટકા થઈ ગયો હતો. જે એક વર્ષ પહેલા આ સમયગાળામાં 9.5 ટકા હતો. આ આંકડા જુલાઈ-સપ્ટેમ્બર 2021 માં 9.3 ટકા હતો. શહેરી વિસ્તારમાં સીડબ્લ્યુએસમાં લેબર ફોર્સ ભાગીદારી દર ઓક્ટોબર ડિસેમ્બર 2021 ત્રણ મહિનામાં તેનાથી એક વર્ષ પહેલા આ સમયગાળાની સરખામણીમાં 47.3 ટકા પર યથાવત રહ્યો. જુલાઈ-સપ્ટેમ્બર 2021 માં આંકડો 46.9 ટકા હતો. ઉલ્લેખનીય છે કે, કુલ કાર્યબળમાં બેરોજગાર વ્યક્તિઓના ટકાને બેરોજગારી દર કહેવામાં આવે છે.
(ઇનપુટ ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More