Home> Entertainment
Advertisement
Prev
Next

Poonam Pandey: પૂનમ પાંડેએ અંગત જીવન વિશે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ઘરેલૂ હિંસા બાદ મેં મારી...

Poonam Pandey: પૂનમ પાંડે તેની બોલ્ડ ઇમેજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે પોતાના અંગત જીવનનો મોટો ખુલાસો કરી તે ફરી ચર્ચામાં આવી છે. પૂનમ પાંડેએ જણાવ્યું કે ઘરેલૂ હિંસા થયા પછી મેં મારી અહમ શક્તિને ગુમાવી દીધી છે.

Poonam Pandey: પૂનમ પાંડેએ અંગત જીવન વિશે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ઘરેલૂ હિંસા બાદ મેં મારી...

Poonam Pandey: કંગના રનૌતના રિયાલિટી શો લોક-અપમાંથી હાલમાં જ પૂનમ પાંડે બહાર આવી છે. શો છોડવાની સાથે જ પૂનમ પાંડેએ વધુ એક ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે પોતાના અંગત જીવન વિશે મોટો ખુલાસો કર્યો છે જે જાણીને તમે પણ દંગ રહી જશો. જો કે, પૂનમ પાંડે તેની બોલ્ડ ઇમેજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

fallbacks

ઇ-ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ તેના અંગત જીવન વિશે ખુલાસો કરતા કહ્યું- 'હું વસ્તુઓને સુંઘી શક્તી નથી. હું મારી આસપાસના લોકોને સ્મેલને લઇને પૂછું છું અને હવે આ રીતે વસ્તુઓને સુંઘી શકું છું. જ્યારે હું ઘરેલું હિંસાનો શિકાર બની ત્યારથી મેં મારી સુંધવાની શક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. તે મારા બ્રેઇનહેમેરેજ સાથે જોડાયેલું છે. પરંતુ હવે હું શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત છું.

ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતના શોમાં પૂનમ પાંડેએ સેમ બોમ્બેને લઇને વધુ એક ખુલાસો કર્યો હતો. પૂનમ પાંડેએ શોમાં કહ્યું હતું કે, તેના મગજની ઇજા હજુ સુધી ઠીક થઈ નથી. કારણ કે સેમ તેને તે જ જગ્યાએ વારંવાર મારતો હતો. આ સાથે પૂનમ પાંડેએ જણાવ્યું હતું કે તેની હાલત એવી થઈ ગઈ છે કે, તે મેકઅપ કરીને પોતાના શરીર પરના નિશાન છુપાવતી હતી. જો કે, શોમાંથી બહાર થયા બાદ પૂનમ પાંડેએ એક ઇન્ટરવ્યુમાં અંજલિ અરોરા અને મુનવ્વર ફારુકીના લવ એન્ગલને લઇને મોટું નિવેદન આપ્યું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં જ્યારે પુનમ પાંડેએ મુનવ્વર અને અંજલિના લવ એન્ગલ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે પૂનમ પાંડેએ કહ્યું- જ્યારે મને ખબર પડી કે આ બંનેના પાર્ટનર બહાર પણ છે અને શોમાં રહેવા માટે આ કરી રહ્યા છે તે ખૂબ જ ખરાબ લાગ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More