Home> India
Advertisement
Prev
Next

યોગી આદિત્યનાથનું મોટું નિવેદન, અયોધ્યામાં રામ મંદિર હતું, છે અને રહેશ

યોગી આદિત્યનાથે કહ્યું કે સરકાર અયોધ્યા મામલા પર લોકોની ભાવનાનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર હતું અને રહશે.

યોગી આદિત્યનાથનું મોટું નિવેદન, અયોધ્યામાં રામ મંદિર હતું, છે અને રહેશ

લખનઉ: દિવાળીના તહેવાર પર રામલલાના દ્વાર પહોંચ્યા સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિરને લઇ મોટું નિવેદન આપ્યું છે. યોગી આદિત્યનાથે કહ્યું કે સરકાર અયોધ્યા મામલા પર લોકોની ભાવનાનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર હતું અને રહશે. યોગીએ કહ્યું કે અયોધ્યા આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બિન્દુ છે. અયોધ્યા વિશે સકારાત્મક વિચાર, રીતથી દેશ દુનિયાની સામે રાખી શકે, સારો સંદેશ ગયો છે. બધાના સહયોગથી બધા કાર્યક્રમ સારી રીત સંપૂર્ણ થઇ ગયા છે.

fallbacks

કેન્દ્ર અને રાજ્ય સરકારે બનાવી યોજના
યોગીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે અયોધ્યા માટે કેન્દ્ર તરફ રાજ્ય સરકાર ઘણી વિકાસ યોજના બનાવી છે. આ યોજનાઓને ધરતી પર ઉતારવા માટે સવારથી તેઓ જાતે સર્વે કરી રહ્યા છે. તેના માટે કાર્ય થઇ રહ્યા છે. આવનારા વર્ષોમાં અયોધ્યા દુનિયાના શ્રેષ્ઠ શહેર રૂપમાં જોવા મળશે.

રામની મૂર્તિ થશે સ્થાપના
યોગીએ કહ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામની દર્શનીય મૂર્તિની સ્થાપના થશે. તેના પણ અમે ચર્ચા કરીશું. અયોધ્યાની ઓળખ પ્રભુ શ્રી રામથી છે. પૂજનીય મૂર્તિ મંદિરમાં હશે પરંતુ દર્શનીય મૂર્તિ સરયૂ કિનારે હશે. મૂર્તિનું કામ અંતિમ ચરણ પર ચાલી રહ્યું છે.

હનુમાનગઢી મંદિરમાં કરી પૂજા-અર્ચના
દિવાળી પર ફરી એકવાર રામ નગરી અયોધ્યા ચર્ચામાં છે. મંગળવારે લાખો દીપ સળગાવી સરયૂ ઘાટ પર દીપોસ્તવની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં યોગી આદિત્યનાથ અયોધ્યામાં છે. યોગી આદિત્યનાથે હનુમાનગઢીમાં દર્શન કર્યા. નક્કી કાર્યક્રમ અનુસાર હનુમાનગઢી મંદિરમાં પૂજા કર્યા બાદ યોગી આદિત્યનાથ સાધુ-સંતોથી મુલાતાક કરશે. સંતોથી મુલાકાત કર્યા બાદ યોગી આદિત્યનાથ તેમના સંસદીય ક્ષેત્ર ગોરખપુર જવા માટે રવાના થશે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More