Home> India
Advertisement
Prev
Next

આ યોજનામાં સરકાર આપી રહી છે 18 લાખની લોન, 50% સબસિડી પણ મળશે

Loan Scheme : આ રાજ્યની સરકાર 18 લાખ રૂપિયાની લોન આપી રહી છે. જેમાં તમને 50% સબસિડી પણ મળશે. ત્યારે આ લેખમાં અમે તમને જણાવીશું કે તમને લોન કેવી રીતે મળશે અને અરજી કેવી રીતે કરવી. 
 

 આ યોજનામાં સરકાર આપી રહી છે 18 લાખની લોન, 50% સબસિડી પણ મળશે

Loan Scheme : વસ્તીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. રાજ્ય સરકાર રાજ્યના લોકો માટે ઘણી યોજનાઓ પણ ચલાવે છે. સરકાર રાજ્યના વિવિધ વર્ગોમાંથી આવતા લોકો માટે એવી ઘણી યોજનાઓ લાવે છે. જે લોકો માટે ફાયદાકારક છે.

fallbacks

ઉત્તર પ્રદેશની યોગી સરકારે પણ રાજ્યના લોકોને રોજગારમાં મદદ કરવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આવી જ એક યોજના હેઠળ, સરકાર 18 લાખ રૂપિયાની લોન આપી રહી છે. જેમાં 50% સબસિડી પણ આપે છે. ત્યારે એ જાણી લઈએ કે લોન શેના માટે આપવામાં આવી રહી છે અને તમે આ માટે કેવી રીતે અરજી કરી શકો છો.

રેશનકાર્ડ ધારકો માટે ખુશખબર ! હવે દર મહિને મળશે 1000 રૂપિયા, કેવી રીતે કરવી અરજી ?

બકરી ઉછેર માટે લોન 

જો ઉત્તર પ્રદેશમાં રહેતો કોઈપણ નાગરિક બકરી ઉછેરનો વ્યવસાય શરૂ કરવા માંગે છે. તો ઉત્તર પ્રદેશ તેમને આર્થિક સહાય આપશે. એટલું જ નહીં, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તે વ્યક્તિને લોન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ માટે યુપીની યોગી સરકાર નંદિની કૃષક સમૃદ્ધિ યોજના અને રાષ્ટ્રીય પશુપાલન મિશન જેવી યોજનાઓ ચલાવી રહી છે. જો તમે પણ બકરી ઉછેરનો વ્યવસાય શરૂ કરવા માંગો છો. તો તમે સરકાર પાસેથી 50% સબસિડી સાથે લોન મેળવી શકો છો. 

કેવી રીતે અરજી કરી શકશો ?

તમને જણાવી દઈએ કે જો તમે 100-500 બકરા ઉછેરવાનું વિચારી રહ્યા છો. તો તમને સરકાર તરફથી 10થી 50 લાખ રૂપિયાની લોન મળશે. જો તમે 100 બકરીઓથી બકરી ઉછેરનો વ્યવસાય શરૂ કરવા માંગો છો. તો તેનો ખર્ચ 18 લાખ રૂપિયા આવશે. જો આપણે આના પર 50% સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે.

એટલે કે તમને સરકાર તરફથી 10 લાખ રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે, તમે ઉત્તર પ્રદેશ સરકારના વિકાસ ભવનમાં જઈને અરજી કરી શકો છો. યોજનાનો લાભ મેળવવા માટે તમારે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે. તમારા દસ્તાવેજોની ચકાસણી થયા પછી જ તમને લોનની રકમ આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More