Home> India
Advertisement
Prev
Next

બુલંદશહેર હિંસા: ઇન્સ્પેક્ટર સુબોધની હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ

ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં કથિત રીતથી ગૌકશીની વાત સામે આવ્યા બાદ થયેલી હિંસામાં ઇન્સ્પેક્ટર સુબોધ સિંહની હત્યા કરવામાં હતી. આ મામલે મુખ્ય આરોપી પ્રશાંત નટની પોલીસે ધરપકડ કરી લીધી છે.

બુલંદશહેર હિંસા: ઇન્સ્પેક્ટર સુબોધની હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ

મેરઠ: ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં કથિત રીતથી ગૌકશીની વાત સામે આવ્યા બાદ થયેલી હિંસામાં ઇન્સ્પેક્ટર સુબોધ સિંહની હત્યા કરવામાં હતી. આ મામલે મુખ્ય આરોપી પ્રશાંત નટની પોલીસે ધરપકડ કરી લીધી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી (એસએસપી) બુલંદ શહેરના પ્રભાકર ચૌધરીએ ગુરૂવારે નટની ધરપકડ કર્યાની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યું હતું કે નટે જ સિંહની હત્યા કરી હતી અને આ મામલાની પુછપરછ કરવામાં આવી રહી હતી. જો કે, હત્યામાં ઉપયગો કરવામાં આવેલી રિવોલ્વર હજુ સુધી મળી નથી.

fallbacks

વધુમાં વાંચો: મુંબઈમાં એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગતાં 5નાં મોત, 2 ઘાયલ

આત્મરક્ષણમાં ચલાવેલી ગોળીથી થયું હતું સુમિત મોત
ચૌધરીએ એ પણ જણાવ્યું કે, ઇન્સ્પેક્ટરે આત્મરક્ષામાં ગોળી ચલાવી હતી. જેમાં સુમિત નામના યુવકનું મોત થયું હતું. તેની ઉંમર લગભગ 20 વર્ષ હતી. પોલીસ સુત્રોના અનુસાર, વીડિયો ફૂટેજ અને કેટલાક સાક્ષીના આધાર પર ઇન્સ્પેક્ટરની હત્યામાં નટને શંકાસ્પદ માનવમાં આવી રહ્યો હતો. ગત ત્રણ ડિસેમ્બરે થયેલી આ ઘટનામાં બુલંદ શહેર પોલીસે અત્યાર સુધીમાં 22 લોકોની ધરપકડ કરી છે અને 6થી વધારે લોકોએ કોર્ટમાં આત્મસમર્પણ પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, બુલંદશહેરમાં થયેલી હિંસામાં ઇન્સ્પેક્ટર સુબોધ ઉપરાંત અન્ય એક યુવકનું મોત થયું હતું.

વધુમાં વાંચો: ટ્રિપલ તલાક બિલ, મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય મુદ્દ કોંગ્રેસ માફી માગેઃ અમિત શાહ

સરેન્ડર માટે કરી છે અરજી
ઇન્સ્પેક્ટની હત્યા કરવામાં પોલીસને ચિંગરાવઠીના પ્રશાંત નટ પર શંકા હતી. હિંસા પછીથી પ્રશાંત અને તેનો સંપૂર્ણ પરિવાર ગામથી ફરાર થઇ ગયો હતો. તમને જણાવી દઇએ કે ચિંગરાવઠીના પ્રશાંત નટે કોર્ટમાં સરેન્ડર માટે અરજી પણ કરી હતી.
(ઇનપુટ ભાષાથી)

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More