Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ: 'ચૂંટણીમાં ભાજપનું સાવરકર કાર્ડ નિષ્ફળ ગયું'

કોંગ્રેસના નેતા વીરપ્પા મોઈલીએ કોંગ્રેસ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામ પર મોટું નિવેદન આપ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપનું સાવરકર કાર્ડ ફેલ ગયું છે. અત્રે જણાવવાનનું કે ભાજપે મહારાષ્ટ્રમાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં સાવરકરને ભારત રત્ન આપવાની વાત કરી હતી. ત્યારબાદ આ મુદ્દે એક ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો. 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ: 'ચૂંટણીમાં ભાજપનું સાવરકર કાર્ડ નિષ્ફળ ગયું'

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા વીરપ્પા મોઈલીએ કોંગ્રેસ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામ પર મોટું નિવેદન આપ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપનું સાવરકર કાર્ડ ફેલ ગયું છે. અત્રે જણાવવાનનું કે ભાજપે મહારાષ્ટ્રમાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં સાવરકરને ભારત રત્ન આપવાની વાત કરી હતી. ત્યારબાદ આ મુદ્દે એક ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો. 

fallbacks

મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ, પળે પળની અપડેટ માટે કરો ક્લિક

અત્રે જણાવવાનું કે હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન અપેક્ષાઓ મુજબ રહ્યું નથી. મતદાન બાદ એક્ઝિટ પોલમાં જેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી તેવી બમ્પર જીત ભાજપને મળી શકી નથી. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન બહુમત મેળવતું જોવા મળી રહ્યું છે પરંતુ ભાજપનું પોતાનું પ્રદર્શન ખાસ નથી. ભાજપે ગત વખતે 122 બેઠકો મેળવી હતી. જ્યારે આ વખતે 102 બેઠકો પર જ આગળ છે. તેની સહયોગી શિવસેના પણ કઈ ખાસ પ્રદર્શન કરી રહી નથી. તે 59 બેઠકો પર આગળ છે. 

એનસીપી આપશે શિવસેનાને સમર્થન? શરદ પવારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો તે 44 બેઠકો પર આગળ છે અને એનસીપી 55 તથા અન્ય 28 બેઠકો પર આગળ છે. હરિયાણાને લઈને પણ તમામ એક્ઝિટ પોલની ભવિષ્યવાણીઓ ખોટી સાબિત થઈ છે. ભાજપ બહુમતથી દૂર છે. જ્યારે કોંગ્રેસે જબરદસ્ત વાપસી કરી છે. હાલ ભાજપ 40 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 31 બેઠકો પર આગળ છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More