નવી દિલ્હી: બોલીવુડમાં વિલનનો રોલથી ડેબ્યૂ કરનાર એક્શન સ્ટાર વિદ્યુત જામવાલ (Vidyut Jammwal) જ્યારે પણ સ્ક્રીન પર આવે છે. તેના ચાહકો ક્રેઝી થઇ જાય છે. હંમણા થોડીવાર પહેલા જ મેકર્સે વિદ્યુત જામવાલ (Vidyut Jammwal)ની મોસ્ટ એવેઇટેડ ફિલ્મ ‘કમાન્ડો 3 (Commando 3)’નું ટ્રેલર રિલિઝ કર્યું છે. આ ટ્રેલર હવે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું છે.
આ પણ વાંચો:- અર્જૂન કપૂરે શેર કરી મલાઇકની સાથે રોમેન્ટિક Pics..., ભાવુક થયા મિત્રો!
આ ટ્રેલરને જોઇને અંદાજો લગાવી શકાય છે કે, ફરી એકવાર વિદ્યુત જામવાલ (Vidyut Jammwal) તેના ચાહકો માટે વધુ એક ધમાકેદાર ફિલ્મ લઇને આવી રહ્યો છે. 2017માં ફિલ્મ કમાન્ડો 2ની સફળતા બાદ હવે વિદ્યુત જામવાલ (Vidyut Jammwal) કમાન્ડો 3 (Commando 3)ની સાથે દર્શકોને ધમાકેદાર એક્શન દેખાળવાનો છે. જુઓ આ ટ્રેલર...
જ્યાં અગાઉની ફિલ્મ કમાન્ડો 2માં કાળા નાણાને લઇને લડાઇ હતી તો આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ તેના મજબૂત ઇરાદાની સાથે દેશ માટે જીવન નિછાવર કરવા તૈયાર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:- બે અઠવાડિયામાં લગ્નના બંધનમાં બંધાઇ જશે રણબીર-આલિયા, ફ્રાંસમાં થશે લગ્ન!
આદિત્ય દત્ત દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ, અદા શર્મા ઉરાંત અંગીર ધર, ગુલશન દેવાઈયા પણ મુખ્ય રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 29 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે