Home> India
Advertisement
Prev
Next

VIDEO: પ્રચાર કરી રહેલી આ અભિનેત્રીની છેડતી, પછી થઇ લાફાવાળી

લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન બેંગ્લુરૂ સેન્ટ્રલ સીટ પર રોડ શો દરમિયાન અભિનેત્રી પહોંચ્યા હતા

VIDEO: પ્રચાર કરી રહેલી આ અભિનેત્રીની છેડતી, પછી થઇ લાફાવાળી

બેંગ્લુરૂ : લોકસભા ચૂંટણી (LoK Sabha elections 2019) ના પહેલા તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. બીજા તબક્કાનું મતદાન 18 એપ્રીલે થશે. આ તબક્કામાં કર્ણાટકની 14 સીટો પર ચૂંટણી યોજાશે. આ કારણે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર ચરમ પર છે. અહીં ભાજપની ટક્કર કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સાથે થશે. ગુરૂવારે એખ ચૂંટણી રોડ શો દરમિયાન કોંગ્રેસ નેતા અને અભિનેત્રી ખુશબુ સુંદર સાથે છેડતીની ઘટના બની હતી. 

fallbacks

હિંદૂ, બૌદ્ધ, જૈન, શીખ શરણાર્થીઓ સિવાયનાં દરેક ઘુસણખોરને ખદેડી દઇશું: ભાજપ

રોડ શો દરમિયાન ખુશબુ સુંદર જ્યારે ચાલી રહ્યા હતા, તે સમયે તેમની સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન તેમની સાથે આ છેડખાનીની ઘટના થઇ. ત્યાર બાદ ખુશબુએ તેમાંથી એક કાર્યકર્તાને તત્કાલ લાફો ઝીંકી દીધો હતો. 

જો કે તે સ્પષ્ટ નહોતું થઇ શક્યું કે જે વ્યક્તિને ખુશબુએ માર્યો તેણે જ છેડતી કરી હતી કે કેમ. ત્યાર બાદ તે વ્યક્તિને પોલીસે પોતાની સાથે લઇને જતી રહી હતી. ખુશબુ સાથે આ ઘટના ત્યારે થઇ જ્યારે તેઓ બેંગ્લુરૂ સેન્ટ્રલનાં ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતા. આ સીટ પર ભાજપનાં પીસી મોહનને પોતાનાં ઉમેદવાર બનાવ્યા છે. તેની સામે કોંગ્રેસનાં રિઝવાન અરશદ સાથે છે. આ સીટ પરથી અભિનેતા પ્રકાશ રાજ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. બીજી તરફ વાત એવી છે કે પીસી મોહન 2009 અને 2014માં જીત પ્રાપ્ત કરી ચુક્યા છે. આ વખતે તેનાં માટે લડાઇ આકરી છે. કારણ કે તેની સામે કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન છે. 

6 એવા પોલિંગ બૂથ જ્યાં મતદાન કરવા માટે એક પણ વ્યક્તિ ફરક્યો નહી

કર્ણાટકમાં 28 સીટો માટે બીજા અને ત્રીજા તબક્કામાં મતદાન કરવામાં આવશે. બીજા તબક્કામાં 14 સીટો પર 18 એપ્રીલનાં રોજ મતદાન કરવામાં આવશે. જ્યારે બાકીની સીટો પર ત્રીજા તબક્કામાં 23 એપ્રીલે મતદાન થશે. બેંગ્લુરૂ સેન્ટ્રલમાં 18 એપ્રીલે મતદાન કરવામાં આવશે. પરિણામ 23 મેનાં રોજ આવશે. 

લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો એકંદરે શાંતિપુર્ણ, 81 ટકા મતદાન નોંધાયું

ગત્ત ચૂંટણીમાં પીસી મોહને 1.37  લાખ મતથી જીત પ્રાપ્ત કરી હતી. ત્યારથી જ તેની સામે રિઝવાન અરશદ જ હતા. તેઓ બીજા નંબર પર રહ્યા હતા. ભાજપને 55.63 મત પ્રાપ્ત થયા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More