મુંબઇ: બૃહદમુંબઇ નગર પાલિકા (BMC)ના જોઇન્ટ મ્યુનિસિપલ કમિશ્નર રમેશ પવાર (Ramesh Pawar) એ બુધવાઅરે (3 ફેબ્રુઆરી)ના રોજ ભૂલથી પાણીના બદલે સેનિટાઇઝર (Sanitizer) પી લીધું. જોકે બુધવારે રમેશ પવાર નગર નિગમનું શિક્ષા બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે તેમને તરસ લાગી અને તેમણે સામે રાખેલી સેનિટાઇઝરની બોટલને પાણી સમજી ગયા.
જોકે તેમને તાત્કાલિક પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે સેનિટાઇઝર બહાર કાઢી દીધું. આ ઘટના મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના એક ગામમાં પોલિયો રસીકરણ દરમિયાન 12 બાળકો દ્રારા સેનિટાઇઝર પીવાની ઘટનાના ત્રણ દિવસ બાદ સામે આવી છે.
#WATCH: BMC Joint Municipal Commissioner Ramesh Pawar accidentally drinks from a bottle of hand sanitiser, instead of a bottle of water, during the presentation of Budget in Mumbai. pic.twitter.com/MuUfpu8wGT
— ANI (@ANI) February 3, 2021
ઘટના બાદ રમેશ પવારે કહ્યું કે 'મેં વિચાર્યું હતું કે પોતાનું ભાષણ શરૂ કરતાં પહેલાં મારે પાણી પીવું જોઇએ એટલા માટે મેં બોટલ ઉઠાવી અને પીવા લાગ્યો. મારી સામે રાખેલી પાણી અને સેનિટાઇઝરની બોટલ એક જેવી હતી. એટલા માટે આમ થયું. જેવી જ મેં તેને પીધી, મને ભૂલનો અહેસાસ થયો અને મેં બહાર કાઢી દીધું.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં અધિકારી બોટલ ખોલતાં અને સેનિટાઇઝર પીતા જોવા મળી રહ્યા છે. જેવો જ તેમણે સેનિટાઇઝરનો એક ઘૂંટ પીધો અને તેમની સાથે બેઠેલા લોકોને અટકાવ્યા. જોકે ત્યાં સુધી તેમને પોતાની ભૂલનો અહેસાસ થઇ ચૂક્યો હતો. તેમણે તાત્કાલિક સેનિટાઇઝરને બહાર કાઢી દીધું.
I thought that I should drink water before starting my speech so I lifted the bottle & drank. Bottles of water & sanitiser kept there, were similar. So it happened. As soon as I drank it, I realised the mistake & didn't gulp it all the way down: Ramesh Pawar, BMC Jt Commissioner pic.twitter.com/xCKBaTey9v
— ANI (@ANI) February 3, 2021
બાળકોએ પોલિયોના બદલી પીધું સેનિટાઇઝાર
અત્રે ઉલ્લેખનીય છે કે મહરાષ્ટ્રના યવતમાલ જિલ્લાના એક ગામમાં 12 બાળકોને પોલિયોના ટીપાના બદલે સેનિટાઇઝરના ડ્રોપ આપવામાં આવ્યા. એક અધિકારીએ સોમવારે (1 ફેબ્રુઆરી)ના રોજ આ અંગે જણાવ્યું. જિલ્લાના એક અધિકારીએ કહ્યું કે પ્રભાવિત બાળકોને એક સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. તમામ બાળકોની ઉંમર પાંચ વર્ષથી ઓછી હતી. ત્રણ સ્વાસ્થકર્મીઓ વિરૂદ્ધ આ પ્રકારની ચૂક માટે કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના કાપસિકોપરી ગામમાં ભાનબોરા પ્રાથમિક સ્વાસ્થ્ય કેંદ્ર પર થઇ જ્યાં એકથી પાંચ વર્ષના બાળકો માટે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે