Home> Sports
Advertisement
Prev
Next

Sachin Tendulkar એ પોપ સ્ટાર Rihanna ને આપ્યો જડબાતોડ જવાબ, જુઓ ટ્વીટ

ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાના (Rihanna) ટ્વીટ બાદ દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલનના (Farmers Protest) મુદ્દાએ વધુ જોર પકડ્યું છે. આ ટ્વીટ બાદ રિહાના પર ઇન્ટરનેશનલ પ્રોપેગેન્ડા ચલાવવાનો આરોપ લાગી રહ્યો છે

Sachin Tendulkar એ પોપ સ્ટાર Rihanna ને આપ્યો જડબાતોડ જવાબ, જુઓ ટ્વીટ

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાના (Rihanna) ટ્વીટ બાદ દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલનના (Farmers Protest) મુદ્દાએ વધુ જોર પકડ્યું છે. આ ટ્વીટ બાદ રિહાના પર ઇન્ટરનેશનલ પ્રોપેગેન્ડા ચલાવવાનો આરોપ લાગી રહ્યો છે. હવે સચિન તેંડુલકરે (Sachin Tendulkar) પણ આ મુદ્દા પર પોતાનું રિએક્શન આપ્યું છે.

fallbacks

સચિને રિહાનાને આપ્યો જવાબ
સચિન તેંડુલકરે (Sachin Tendulkar) ટ્વિટર પર લખ્યું કે, 'ભારતની સાર્વભૌમત્વ સાથે ચેડા કરી શકાતા નથી. બાહ્ય તાકત દર્શક હોઈ શકે છે, પરંતુ સહભાગીઓ નહીં. ભારતીય નાગરિકો ભારત વિશે જાણે છે. અમે એક રાષ્ટ્ર તરીકે એકજૂટ રહીએ.' #IndiaTogether #IndiaAgainstPropaganda'

ના લીધું રિહાનાનું નામ
જો કે, સચિન તેંડુલકરે આ ટ્વીટમાં ક્યાંય પણ રિહાનાનું (Rihanna) નામ લીધું નથી, પરંતુ તેમનો ઇશારો સ્પષ્ટ રીતે આ પોપ સ્ટાર તરફ હતો. સચિનનું માનવું છે ભારતની સામે કોઈપણ પ્રાકરના પ્રોપેગેન્ડા ચલાવવા જોઇએ નહીં કેમ કે, આ ભારતનો આંતરિક મામલો છે.

શું કહ્યું રિહાનાએ?
32 વર્ષીય પોપ સ્ટાર રિહાનાએ દિલ્હીના પાડોસી રાજ્ય હરિયાણાના કેટલાક જિલ્લામાં ઇન્ટરનેટ બંધ થવા પર એક ન્યૂઝ વેબસાઈટના સમાચાર શેર કરી ખેડૂતોનો પક્ષ લીધો. રિહાનાએ લખ્યું, આપણે તેના વિશે કેમ વાત નથી કરી રહ્યા? આ સાથે જ તેણે તેના ટ્વીટમાં #FarmersProtest નો પણ ઉલ્લેખ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More