Home> India
Advertisement
Prev
Next

VIDEO: પૂરમાં ફસાઈ ગયા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, બોટથી રેસ્ક્યુ કરાયા 

કર્ણાટકમાં સતત પડી રહેલા મૂશળધાર વરસાદના કારણે રાજ્યના અનેક ભાગોમાં પૂર જેવી સ્થિતિ છે.

VIDEO: પૂરમાં ફસાઈ ગયા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, બોટથી રેસ્ક્યુ કરાયા 

નવી દિલ્હી: કર્ણાટકમાં સતત પડી રહેલા મૂશળધાર વરસાદના કારણે રાજ્યના અનેક ભાગોમાં પૂર જેવી સ્થિતિ છે. આ બધા વચ્ચે ન્યૂઝ એજન્સી એએનઆઈનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો મુજબ કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બી જનાર્દન પૂજારી પણ પૂરમાં ફસાઈ ગયાં. કહેવાય છે કે દક્ષિણ કન્નડ જિલ્લાના પ્રશાસને જનાર્દન પૂજારીને તેમના ઘરેથી રેસ્ક્યુ કર્યાં. મળતી માહિતી મુજબ જનાર્દન પૂજારી બંતવાલ સ્થિત પોતાના ઘરમાં પૂરના કારણે ફસાઈ ગયા હતાં. એવી જાણ થતા જ જિલ્લા પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન કરીને જનાર્દન પૂજારીને બહાર કાઢ્યાં. તેમને જિલ્લા પ્રશાસને નાવ દ્વારા રેસ્ક્યુ કર્યાં. 

fallbacks

વાત જાણે એમ હતી કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા બી જનાર્દન પૂજારી બંતવાલ સ્થિત પોતાના ઘરમાં પૂરમાં ફસાઈ ગયા હતાં. તેની સૂચના મળતા જ દક્ષિણ કન્નડ જિલ્લા પ્રશાસને તેમને તત્કાળ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યાં. કર્ણાટકમાં પૂરથી સ્થિતિ વિકટ બની છે. ચારે બાજુ જળ પ્રલય જેવા હાલાત છે. છેલ્લે મળતી માહિતી મુજબ પૂરથી 24 લોકોના મોત થયા છે. વરસાદ સતત ચાલુ છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પૂર અને ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિના કારણે જીવ ગુમાવેલા  લોકોના પરિવારને 5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More