Home> World
Advertisement
Prev
Next

ફાકા મારતા ભીખારી પાકિસ્તાન પર 43 દેશોની કુલ GDP જેટલું દેવું થઇ ચુક્યું છે

જમ્મુ અને કાશ્મીરથી મોદી સરકાર દ્વારા અનુચ્છેદ 370 હટાવાયા બાદ પાકિસ્તાન ધુંધવાયેલું છે. તે ભારતનાં આ નિર્ણયની વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પણ ગયું, જો કે ત્યાં તેને અધ્યક્ષ જોઆના રોનોકાએ કોઇ જ ભાવ આપ્યો નહોતો. સાથે જ અમેરિકાએ કહ્યું કે, કાશ્મીર અંગે તેની નીતિમાં કોઇ પરિવર્તન નહી આવે. પોતાની નાપાક હરકતો કરતું રહેતું પાકિસ્તાન હવે ચીનના સમર્થન માટે પ્રયાસો કરી રહ્યું છે.

ફાકા મારતા ભીખારી પાકિસ્તાન પર 43 દેશોની કુલ GDP જેટલું દેવું થઇ ચુક્યું છે

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરથી મોદી સરકાર દ્વારા અનુચ્છેદ 370 હટાવાયા બાદ પાકિસ્તાન ધુંધવાયેલું છે. તે ભારતનાં આ નિર્ણયની વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પણ ગયું, જો કે ત્યાં તેને અધ્યક્ષ જોઆના રોનોકાએ કોઇ જ ભાવ આપ્યો નહોતો. સાથે જ અમેરિકાએ કહ્યું કે, કાશ્મીર અંગે તેની નીતિમાં કોઇ પરિવર્તન નહી આવે. પોતાની નાપાક હરકતો કરતું રહેતું પાકિસ્તાન હવે ચીનના સમર્થન માટે પ્રયાસો કરી રહ્યું છે.

fallbacks

VIDEO: પૂરમાં ફસાઈ ગયા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, બોટથી રેસ્ક્યુ કરાયા
પાકિસ્તાનમાં વધતી ગરીબીની વાત તો પહેલા આવી ચુકી છે, પરંતુ શું તમને ખબર છેકે પાકિસ્તાન પર જેટલું દેવું છે, તેટલું 43 દેશોની સંયુક્ત અર્થવ્યવસ્થા છે. તેના પર એટલું બધુ દેવું હોવા છતા પાકિસ્તાન ભારતની વિરુદ્ધ નાપાક હરકતો કરવામાંથી ઉંચુ આવતું નથી. 

ભાજપનું સદસસ્યતા અભિયાન 20 ઓગસ્ટ સુધી લંબાવાયું, આ સેલેબ્સ પણ જોડાયા

ઝાડ કપાયું તો આ બાળકી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી, CM બિરેને બનાવી ગ્રીન એમ્બેસેડર
ભારતથી ખુબ જ પાછળ છે પાકિસ્તાન
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) ની 2018ના રેન્કિંગ અનુસાર ભારતનો જીડીપી 2.71 લાખ કરોડ અમેરિકન ડોલર છે. આ દ્રષ્ટીએ ભારત વિશ્વની સાતમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. બીજી તરફ પાકિસ્તાનની વાત કરીએ તો તે આ રૈંકિંગમાં 39માં સ્થાન પર છે. પાકિસ્તાનની જીડીપી 0.31 લાખ કરોડ અમેરિકી ડોલર છે.

આ યુવકે મોંઘીદાટ BMW કાર ધક્કો મારી નદીમાં ફેંકી દીધી, કારણ જાણી આંખો પહોળી થઈ જશે  
પાકિસ્તાન પર અબજો ડોલરનું દેવું છે
પાકિસ્તાન આ સમયે આશરે 105 અબજ અમેરિકી ડોલરનું વિદેશી દેવું છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન પર દેવાનો આ બોઝ અત્યાર સુધીનું સૌથી વધારે છે. જ્યારે 2004ના ત્રીજા ત્રિમાસીકમાં 33 અબજ ડોલરનું હતું. 

VIDEO: કાશ્મીરના અનંતનાગ પહોંચ્યા ડોભાલ, સ્થાનિકો સાથે કરી મુલાકાત
43 દેશોની અર્થવ્યવસ્થા જેટલી રકમ
પાકિસ્તાન પર દેવાની રકમ 105અબજ અમેરિકન ડોલર જેટલી છે. આ રકમ 43 દેશોની સંયુક્ત જીડીપી જેટલી છે. તેમાં કિરીબાતી, સામોઆ, સેશેલ્સ, ગાંબિયા, એટિગુઆ અને બરબુડા, ભુટાન, મધ્ય આફ્રિકા, લાઇબેરિયા, બુરુંડી, સુરીનેમ, દક્ષિણ સુડાન, સિએરા લિયોન, માલદીવ, બરબાડોજ, ફિઝી જેવા દેશોનો સમાવેશ થાય છે. આ 43 દેશોની સંયુક્ત અર્થવ્યવસ્થા 107 અબજ અમેરિકી ડોલર છે.

કોંગ્રેસને આજે મળી જશે નવા અધ્યક્ષ!, CWCએ રાહુલને અધ્યક્ષ પદે રહેવા કરી ભલામણ 
ટમેટા 300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચ્યું
પાકિસ્તાને ભારત સાથે વ્યાપારિક સંબંધ તોડી દીધા છે. જો કે તેના આ નિર્ણયથી પાકિસ્તાનમાં ખલબલી મચી ગઇ છે. ભારતીય ખેડૂત અને વેપારીઓએ પાકિસ્તાનને પોતાનો સામાન નિકાસ કરવાનો ઇન્કાર કરી દીધો છે. સાથે જ સરકારે પણ કસ્ટમ ડ્યુટી વધારીને 200 ટકા કરી દીધી છે. આ કારણે કંગાળ પાકિસ્તાનમાં ટમેટાનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ચુકી છે.

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને નેશનલ કોન્ફરન્સે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
વિદેશી દેવું વધ્યું
હાલમાં જ પાકિસ્તાન સરકારના આર્થિક મુદ્દાના વિભાગે કહ્યું કે, નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન પાકિસ્તાને જાહેર વિદેશી દેવામાં શુદ્ધ 2.29 અબજ ડોલરનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર ગત્ત નાણાકીય વર્ષની તુલના કરતા કહેવાયું છે કે ગત્ત 3 નાણાકીય વર્ષો 2015-16થી 2017-18 દરમિયાન જાહેર વિદેશી દેવામાં ક્રમશ 6.82 અને 6.64 અબજ ડોલરનો વધારો થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More