Home> India
Advertisement
Prev
Next

છેડતી કરતા યુવકને બરાબર પાઠ ભણાવ્યો યુવતીએ, મારી મારીને લોહીલુહાણ કર્યો, જુઓ VIDEO

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જિલ્લા હોસ્પિટલમાં માતા સાથે દવા લેવા આવેલી યુવતીની છેડતી કરવી એક યુવકને ભારે પડી ગઈ. યુવતીએ યુવક  જ્યાં સુધી લોહીલુહાણ ન થયો ત્યાં સુધી તેની પીટાઈ કરી.

છેડતી કરતા યુવકને બરાબર પાઠ ભણાવ્યો યુવતીએ, મારી મારીને લોહીલુહાણ કર્યો, જુઓ VIDEO

મુઝફ્ફરનગર: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જિલ્લા હોસ્પિટલમાં માતા સાથે દવા લેવા આવેલી યુવતીની છેડતી કરવી એક યુવકને ભારે પડી ગઈ. યુવતીએ યુવક  જ્યાં સુધી લોહીલુહાણ ન થયો ત્યાં સુધી તેની પીટાઈ કરી. આખી હોસ્પિટલમાં ફેરવીને યુવતીએ તે યુવકને પોલીસને સોંપ્યો. પરંતુ એવી માહિતી મળી છે કે યુવક પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો. હાલ પોલીસને તેના કોઈ સમાચાર મળ્યાં નથી. 

fallbacks

વાત જાણે એમ છે કે આ ઘટના નગર કોટવાલી વિસ્તારની જિલ્લા હોસ્પિટલની છે. જ્યાં એક યુવતી માતા સાથે દવા લેવા આવી હતી. જ્યારે યુવતી દવા માટે લાઈનમાં ઊભી હતી ત્યારે એક રોમિયો યુવકે યુવતીની છેડતી કરી. જ્યારે યુવતીએ તેનો વિરોધ કર્યો તો યુવતી પર અભદ્ર ભાષામાં ટિપ્પણીઓ કરી. ગુસ્સે ભરાયેલી યુવતીએ છેડતી કરતા યુવકની બરાબર ધુલાઈ કરી. યુવતી યુવકને મારતી ગઈ અને હોસ્પિટલમાં ઘુમાવતી ગઈ. ત્યારબાદ જિલ્લા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચી અને ત્યાં હાજર પોલીસકર્મીઓને સોંપી દીધો. 

જો કે આ યુવક પોલીસને ચકમો આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. યુવતી તરફથી હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ કરાઈ નથી. પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે એક છોકરો છોકરી તરફ ઈશારા કરી રહ્યો હતો. ત્યારે જ છોકરીએ તેનો વિરોધ કરીને તેની પીટાઈ કરી. 

સીએમઓ પી કે મિશ્રાનું કહેવું છે કે આવો મામલો સામે આવ્યો તે ખુબ સારી વાત છે. છોકરીઓની અંદર ખુબ સાહસ છે અને બધી છોકરીઓએ પ્રેરણા લેવી જોઈએ અને હિંમત  કરવી જોઈએ. ખુબ સારો સંદેશ સમાજમાં જશે. આ વિષયમાં હું વાત કરીશ કે એક બે સિપાઈઓ હોમગાર્ડની ત્યાં વ્યવસ્થા કરે પરંતુ  મને જોઈને લાગ્યું કે છોકરીઓ બહાદુર થઈ રહી છે. છોકરીએ હિંમત કરીને પોતે જ તેની પીટાઈ કરી અને હોસ્પિટલમાં આવા અસામાજિક તત્વો આવે છે જે આવા પવિત્ર સ્થળને પણ દૂષિત કરે છે. આવામાં તેમની ધરપકડ કરીને જેલ મોકલવા જોઈએ. 

એક પ્રત્યક્ષદર્શી ગૌરવે જણાવ્યું કે તે યુવતી સરકારી હોસ્પિટલમાં બતાવવા માટે આવી હતી. અહીં લાંબી લાઈન હતી અને તેની પાસે એક યુવક ઊભો હતો. છોકરો છોકરી તરફ જોઈને ઈશાર કરતો હતો અને છોકરી તેની સામે જોઈને ગુસ્સો કરતી હતી. છોકરો ન માન્યો તો છોકરીએ તેની પાસે જઈને મારપીટ શરૂ કરી દીધી અને પછી હોસ્પિટલના કર્મચારીઓએ ભેગા થઈને તે છોકરાને પકડી લીધો હતો. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More