કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી પોતાની ફિટનેસ પ્રત્યે ખુબ જ જાગૃત છે. બેનરજીએ શુક્રવારે ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ બેડમિન્ટન રમતા દેખાઈ રહ્યા છે. આ સાથે જ તેમણે લખ્યું છે કે, અમે રમત-ગમતને પસંદકરીએ છીએ.ઉલ્લેખનીય છે કે, મમતા બેનરજી પોતાની ફિટનેસને જાળવી રાખવા માટે દરરોજ લગભગ 20 કિમી ચાલે છે.
ફિટનેસની બાબતે અન્યથી આગળ રહેવા માટે તેઓ બેડમિન્ટન રમતને પણ પ્રાથમિક્તા આપે છે. તેમણે ટ્વીટર પર લખ્યું છે કે, એક ગામમાં પહોંચીને તેમણે બેડમિન્ટમની રમત રમી હતી. મમતા બેનરજીનો આ વીડિયો ગુરૂવારનો હોવાનું કહેવાય છે.
We love sports.
A token game in a village... pic.twitter.com/rSb61JZN4d— Mamata Banerjee (@MamataOfficial) January 4, 2019
સમગ્ર રાજ્યમાં કરે છે જાહેરસભા
રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે નિકળેલાં મમતા બેનર્જી એક ગામ બોલપુર પહોંચ્યા હતા. અહીં તેમણે લોકોની વચ્ચે બેડમિન્ટન કોર્ટ પર હાથ અજમાવ્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, પોતાની જાતને ફિટ રાખવી જ એકમાત્ર તેમનો મંત્ર છે. મમતા બેનર્જી દર અઠવાડિયે જૂદા-જુદા જિલ્લામાં બે જાહેરસભાને સંબોધે છે. જો તેઓ કોલકાતામાં હોય તો જાહેરસભાની સંખ્યા 10 થઈ જાય છે.
'દેશમાં ધર્મના નામે ઊભી કરાઈ રહી છે નફરતની દિવાલ': નસીરુદ્દીન શાહનો બીજો વીડિયો
મુખ્યમંત્રીની ફિટનેસની ચર્ચા ચારેકોર
મમતા બેનરજીની સાથે જ તેમની પાર્ટીના કાર્યકર્તાઓ પણ તેમના ફિટનેસ મંત્રને અપનાવી રહ્યા છે. આ અંગે ટીએમસીના સાંસદ ડેરેક ઓ. બ્રાયને જણાવ્યું કે, એક સ્વસ્થ શરીરના અંદર જ તેજ મગજ રહે છે. મમતા બેનરજીની ફિટનેસની ચર્ચા પશ્ચિમ બંગાળના રાજકીય ગલિયારામાં સામાન્ય બાબત છે.
તેમણે જણાવ્યું કે, આટલા મોટા રાજકીય અને વહીવટી દબાણની વચ્ચે મમતા બેનરજીનું માનવું છે કે, ફિટનેસને કારણે જ તેમને લડવાની તાકાત મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે