Home> India
Advertisement
Prev
Next

વક્ફ કાયદા મુદ્દે NDA માં તિરાડ પડી? ભાજપના સાથી પક્ષના વિધાયક પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

એનડીએના ઘટક પક્ષ એનપીપીના વિધાયક હસને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને પોતાની અરજીમાં કાયદામાં કરાયેલા એક ફેરફાર પર ચિંતા વ્યક્ત કરી છે. 

વક્ફ કાયદા મુદ્દે NDA માં તિરાડ પડી? ભાજપના સાથી પક્ષના વિધાયક પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

સંસદના બંને સદનમાં પાસ થયા બાદ વક્ફ બિલ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરીની મહોર લાગી જતા હવે વક્ફ બિલ વક્ફ કાયદો બની ગયો છે તથા તેના લાગૂ થવા અંગે નોટિફિકેશન પણ બહાર પડી ગયું છે. એનડીએના ઘટક દળ નેશનલ પીપલ્સ પાર્ટી ઈન્ડિયા (એનપીપી)ના નેતા અને મણિપુરના ક્ષત્રગાઓ મતવિસ્તારથી વિધાયક શેખ નુરુલ હસને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં વક્ફ સંશોધન અધિનિયમ 2025ની બંધારણીય માન્યતાને પડકારી છે. આ ઉપરાંત ટીએમસી સાસંદ મહુઆ મૌઈત્રાએ પણ સુપ્રીમમાં અરજી દાખલ કરી અને આ કાયદાની બંધારણીય માન્યતાને પડકારી રદ કરવાની માંગણી કરી. 

fallbacks

મણિપુરમાં એનડીએના ઘટક એનપીપીના વિધાયક હસને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી જેમાં વક્ફ કાયદામાં કરાયેલા એ ફેરફાર પર ચિંતા વ્યક્ત કરી છે જેમાં ઈસ્લામનું પાલન કરનારી અનુસૂચિત જનજાતિઓ (એસટી)ને પોતાની સંપત્તિ વક્ફને આપવાથી વંચિત કરાઈ છે. અરજીમાં કહેવાયું છે કે આ તેમને તેમના ધર્મનું પાલન કરવાના મૌલિક હકનો ભંગ કરે છે. 

અરજીમાં કહેવાયું છે કે વક્ફ સંશોધન અધિનિયમ 2025ની કલમ 3ઈ અનુસૂચિત જનજાતિના સભ્યો (પાંચમી કે છઠ્ઠી અનુસૂચિ હેઠળ)ના સ્વામિત્વવાળી જમીનને વક્ફ સંપત્તિ જાહેર કરતા રોકે છે. એનપીપીના ધારાસભ્યએ પોતાની અરજીમાં કાયદામાં કરાયેલા સંશોધનને મનમાની ગણાવ્યો છે અને મુસ્લિમ ધાર્મિક સંપત્તિઓને નિયંત્રિત કરવાનો પ્રયત્ન ગણાવ્યો છે. 

અરજીમાં કહેવાયું છે કે કાયદામાં કરાયેલું સંશોધન મનમાની પ્રતિબંધ લગાવે છે અને ઈસ્લામી ધાર્મિક બંદોબસ્તો પર રાજ્ય નિયંત્રણ વધારે છે. અરજીમાં કહેવાયું છે કે વક્ફ કાયદામાં કરાયેલા ફેરફાર વક્ફના ધાર્મિક ચરિત્રને વિકૃત કરશે અને આ સાથે જ વક્ફ અને વક્ફ બોર્ડોના પ્રશાસનમાં લોકતાંત્રિક પ્રક્રિયાને અપરિવર્તનીય રીતે નુકસાન પહોંચાડશે. 

બીજી બાજુ ટીએમસી નેતા મહુઆ મોઈત્રાએ પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજી પર કાનૂનમાં સંશોધનની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું છે કે વક્ફ કાયદામાં કરાયેલા સંશોધનમાં ગંભીર પ્રક્રિયાત્મક ખામીઓ છે અને બંધારણમાં નિહિત અનેક મૌલિક અધિકારનો ભંગ છે. તેમણે અરજીમાં કહ્યું છે કે કાયદો બનવાની પ્રક્રિયા દરમિયાન સંસદીય પ્રથાઓના  ભંગે વક્ફ (સંશોધન) અધિનિયમ 2025ની ગેરબંધારણીયતામાં યોગદાન આપ્યું છે. 

અરજીમાં કહેવાયું છે કે વક્ફ સંશોધન અધિનિયમ બંધારણની કલમ 14 (કાનૂન સમક્ષ સમાનતા), 15(1) (ભેદભાવ ન કરવો), 19(1)(એ) અને (સી) (ભાષણ અને સંઘ બનાવવાની સ્વતંત્રતા, 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર), 25 અને 26 (ધર્મની સ્વતંત્રતા), 29 અને 30 (અલ્પસંખ્યક અધિકાર), અને કલમ 300એ(સંપત્તિનો અધિકાર)નો ભંગ કરે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More