કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) માં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે ચૂંટણી પંચ એકશનમાં જોવા મળી રહ્યું છે. વિવાદિત નિવેદનને લઈને ભાજપના નેતા રાહુલ સિન્હા પર 48 કલાકનો ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ અગાઉ પંચે મમતા બેનર્જી પર 24 કલાકનો પ્રચાર પ્રતિબંધ લગાવ્યો હતો.
ભાજપના નેતા રાહુલ સિન્હાનું વિવાદિત નિવેદન
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં સીઆઈએસએફના ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા હતા. ત્યારબાદ ભાજપના નેતા રાહુલ સિન્હાએ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે સીઆઈએસએફએ ચાર નહીં પરંતુ આઠ લોકોને ગોળી મારવી જોઈતી હતી.
સીઆઈએસએફએ આત્મરક્ષણમાં ફાયરિંગ કર્યું
પ્રાથમિક રિપોર્ટમાં કહેવાયું છે કે લગભગ 350-400 લોકોની ભીડે સીઆઈએસએફના જવાનોને ઘેરી લીધા હતા. ત્યારબાદ તેમણે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. આરોપ છે કે ભીડમાં સામેલ લોકોએ કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો પાસેથી તેમની રાઈફલો છીનવવાની કોશિશ કરી હતી.
ટીએમસીએ ચૂંટણી પંચને કરી ફરિયાદ
કૂચબિહારની ઘટના પર નિવેદનબાજી કરવા બદલ તૃણમૂલ કોંગ્રેસે સોમવારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી અને ભાજપના નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી આરિઝ આફતાબને લખેલા પત્રમાં ટીએમસીએ કહ્યું હતું કે દિલીપ ઘોષ સહિત ભાજપના અનેક નેતાઓ કૂચ બિહાર જેવી વધુ ઘટનાઓની ચેતવણી આપીને હિંસા 'ભડકાવી' રહ્યા છે.
PICS: મહારાષ્ટ્રમાં કોરોના કાબૂ બહાર, આવા લોકો જવાબદાર? આ તસવીરોએ મચાવી દીધો હડકંપ
Corona બન્યો ખતરનાક, RT-PCR ટેસ્ટને પણ આપે છે થાપ, લક્ષણોવાળા દર્દીના રિપોર્ટ આવે છે નેગેટિવ
Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે