નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે 1965નું યુદ્ધ થયું તો એક વિચિત્ર ઘટનાક્રમ જોવા મળ્યો હતો. પિતા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના મંત્રીમંડળમાં મોટા કેન્દ્રીય મંત્રી હતા. તો તેમનો સગો પુત્ર પાકિસ્તાન આર્મીમાં મોટો અધિકારી હતો. દેશના વિપક્ષે તે સમયે મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી પર દબાવ બનાવવામાં આવ્યો. તેમને સવાલો પૂછવામાં આવ્યા હતા.
અહીં વાત 60ના દાયકામાં કેન્દ્રીય મંત્રી રહેલા શાહનવાઝ ખાનની થઈ રહી છે, જે આઝાદ હિન્દ ફૌજમાં મેજર જનરલ હતા. તે એ લોકોમાં સામેલ હતા, જેના બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ બંદી બનાવી દિલ્હીના લાલ કિલામાં રાખ્યા હતા. શાહનવાઝ સહિત છ ઓફિસરો પર ત્યારે ચર્ચિત કેસ ચાલ્યો હતો. આઝાદ હિન્દ ફૌજના બધા ઓફિસર બાદમાં છૂટી ગયા હતા. શાહનવાઝ 1947મા દેશના વિભાજન બાદ ભારત આવી ગયા હતા.
નેહરૂએ મંત્રી બનાવ્યા
શાહનવાઝ જ્યારે ભારત આવ્યા તો તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂએ તેમને પહેલા રેલવે અને પરિવહન ઉપમંત્રી બનાવ્યા હતા. પછી તે ઘણા વિભાગોમાં કેન્દ્રીય મંત્રી રહ્યાં. કુલ મળી તે બે દાયકા કરતા વધુ સમય કેન્દ્રીય મંત્રી રહ્યાં હતા.
શાહનવાઝ પાસેથી રાજીનામું માંગવામાં આવ્યું
1965મા જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું, ત્યારે લોકોને ખબર પડી કે તેમનો મોટો દીકરો મહમૂદ નવાઝ અલી પાકિસ્તાની સેનામાં મોટો અધિકારી છે. આ વાતને લઈને હોબાળો મચી ગયો. વિરોધ પક્ષોએ તેમના રાજીનામાની માંગ કરી. શાહનવાઝ ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી હતા. તેઓ રાજકીય પક્ષો અને સંગઠનોનું નિશાન બન્યા. શાહનવાઝ એટલા દબાણમાં આવી ગયા કે તેમણે રાજીનામું આપવાનું નક્કી કર્યું અને પ્રધાનમંત્રી પાસે માંગ કરી કે આવા મંત્રીને હટાવવા જોઈએ.
આ પણ વાંચોઃ પહેલગામ આતંકી હુમલા પર અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, કંધાર હાઈજેકનું કનેક્શન.....
શાસ્ત્રીએ કર્યો બચાવ
ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી દેશના પ્રધાનમંત્રી હતા. તેમણે ન માત્ર તેમનો બચાવ કર્યો પરંતુ રાજીનામું લેવાની ના પાડી દીધી. પ્રધાનમંત્રીએ વિપક્ષને સ્પષ્ટ કહ્યુ કે તે ક્યારેય રાજીનામું નહીં આપે. જો તેમનો પુત્ર દેશની દુશ્મન સેનામાં મોટો અધિકારી છે તો તેમની શું ભૂલ. આજે પણ શાહનવાઝના પુત્ર અને પરિવારના લોકો પાકિસ્તાનમાં ઊંચા પદો પર છે.
શાહનવાઝનો જન્મ પાકિસ્તાન (ત્યારે અવિભાજ્ય ભારત) રાવલપિંડી જિલ્લાના મટોર ગામમાં થયો હતો. તેમણે ત્યાં શિક્ષણ મેળવ્યું હતું. બાદમાં તેઓ બ્રિટિશ સેનામાં અધિકારી બની ગયા હતા. પરંતુ ત્યારે ચર્ચામાં આવેલા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજમાં સામેલ થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ યુદ્ધ વગર બરબાદ થઈ ગયું ગરીબ પાકિસ્તાન, ભારતના આ પગલાએ ગેમ પલટી દીધી, અબજોનું નુકસાન
પરિવાર છોડી આવી ગયા ભારત
જ્યારે આઝાદીના સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજન થયું તો તે હિન્દુસ્તાન સાથે પ્રેમને કારણે અહીં આવી ગયા હતા. તે માટે તેમણે પરિવાર છોડી દીધો હતો. તેઓ આઝાદ ભારતમાં ચાર વખત મેરઠથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. શાહનવાઝે 1952મા પ્રથમ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર મેરઠથી જીત મેળવી હતી. ત્યારબાદ 1957, 1962 અને 1971મા સતત જીત મેળવી હતી. તેઓ 23 વર્ષ સુધી કેન્દ્રમાં મંત્રી રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે