Home> World
Advertisement
Prev
Next

મોટી તબાહીનો સંકેત! 2.5 લાખ વર્ષ બાદ ઊંઘમાંથી જાગ્યો આ 'ઝોમ્બી વોલ્કેનો', લાખો લોકોના જીવ જોખમમાં

હાલ દુનિયા અનેક પડકારોનો સામનો કરી રહી છે. એકબાજુ જ્યાં રશિયા યુક્રેન યુદ્ધ ચાલે છે ત્યાં બીજી બાજુ ઈઝરાયેલ હમાસ અને હૂતી સાથે ડબલ મોરચે લડી રહ્યું છે. હવે એક નવી ઉપાધિ દુનિયા સામે ઊભી થઈ છે. જેના લીધે લાખો લોકોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે. 

મોટી તબાહીનો સંકેત! 2.5 લાખ વર્ષ બાદ ઊંઘમાંથી જાગ્યો આ 'ઝોમ્બી વોલ્કેનો', લાખો લોકોના જીવ જોખમમાં

બોલીવિયાના સૂર લિપેઝ પ્રાંતમાં આવેલા ઉતુરંકુ જ્વાળામુખી જે છેલ્લા 250,000 વર્ષથી શાંત હતો તેમાં હવે હલચલ જોવા મળી રહી છે. વૈજ્ઞાનિક આ જ્વાળામુખીને ઝોમ્બી વોલ્કેનો કહે છે. કારણ કે તે મૃત જેવો દેખાય છે. પરંતુ અંદરથી સક્રિય થઈ રહ્યો છે. 

fallbacks

કેમ કહે છે Zombie Volcano?
વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે જ્વાળામુખીની નીચે રહેલી મેગ્મા ચેમ્બર્સમાં લાવા અને ગેસ ધીરે ધીરે સક્રિય થઈ ઉપર આગળની તરફ વધી રહ્યા છે. જે આવનારા સમયમાં કોઈ મોટા જોખમનો સંકેત હોઈ શકે છે. ઉતુરુંકુ ટેક્નિકલ રીતે નિષ્ક્રિય છે પરંતુ તેનામાં જીવનના લક્ષણ જોવા મળી રહ્યા છે. જેમ કે  ભૂકંપીય ગતિવિધિઓ, ગેસ લીકેજ અને સપાટીમાં ફેરફાર- જે સામાન્ય રીતે સક્રિય જ્વાળામુખીમાં જોવા મળે છે. 

આ હલચલે ઉતુરુંકુની બનાવટને ફેરવી નાખી છે. તેનું શિખર ઉપર આવી ગયું છે. જ્યારે આસપાસની જમીન નીચે ધસી રહી છે. જેનાથી તેનો આકાર ટોપી (સોમ્બ્રેરો) જેવો થઈ ગયો છે. એક આંતરરાષ્ટ્રીય ટીમે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ ક્યો જેમ કે- ભૂકંપીય ટોમોગ્રાફી. આ ટેસ્ટથી વૈજ્ઞાનિકોને એ જાણવા મળ્યું છે કે જ્વાળામુખીની નીચે તરલ પદાર્થ કેવી રીતે અને ક્યાં વહી રહ્યા છે. 

MRI ની જેમ કામ કરે છે ભૂકંપીય ટોમોગ્રાફી
1,700 કરતા વધુ ભૂકંપોનો ડેટા લઈને વૈજ્ઞાનિકોએ જમીનની નીચેની ઈમેજ બનાવી, જે રીતે MRI સ્કેનિંગ થાય છે. તેનાથી તેમને ખડકો, ગેસ અને પોલાણવાળા વિસ્તારોનો નક્શો મળ્યો. આ ઉપરાંત જ્વાળામુખીની નીચે ગેસ અને ગરમ પાણી ભેગા થઈ રહ્યા છે. 

ગરમ પાણી અને ગેસ સર્જી રહ્યા છે તબાણ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હાલ જ્વાળામુખીમાં મોટો વિસ્ફોટ થવાની શક્યતા નથી કારણ કે ગતિવિધિઓ ફક્ત તરળ અને ગેસોની મૂવમેન્ટ સાથે જોડાયેલી છે. ભારે મેગ્માના ભેગા થવા સંલગ્ન નહીં. પરંતુ તેનો એ અર્થ નથી કે જોખમ ટળી ગયું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે જ્વાળામુખી ઉપરથી શાંત  દેખાય છે તે પણ અંદરથી એક્ટિવ હોઈ શકે છે. આ માટે દુનિયાના 1,400 થી વધુ નિષ્ક્રિય જ્વાળામુખીઓની નિગરાણી જરૂરી છે. જેથી કરીને સમયસર સંભવિત જોખમો અને સંસાધનોની જાણકારી મળી શકે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More