Ramtek Bungalow: મહારાષ્ટ્રની નવી સરકારમાં નિયુકત મંત્રીઓને બંગલાની ફાળવણી થઈ રહી છે. જોકે મંત્રીઓમાં હાલમાં એક અલગ પ્રકારનો ડર જોવા મળી રહ્યો છે. મંત્રીઓમાં આ ડર એક બંગલાને લઈને ફેલાઈ રહ્યો છે કેમ કે તેને અપશુકનિયાળ માનવામાં આવે છે. મુંબઈના પોશ અને વીઆઈપી વિસ્તારમાં આવેલો હોવા છતાં ત્યાં રહેનારા મંત્રી માટે તે અપશુકનિયાળ સાબિત થયો છે. ત્યારે આ બંગલો કયો છે? તેના વિશ કેમ આવું કહેવામાં આવે છે? જોઈશું આ અહેવાલમાં...
રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીઓની પાડોશમાં આવેલો આ રામટેક બંગલો. સમુદ્ર કિનારાના ખારા પવન સાથે આ જૂનો અને વિશાળ બંગલો એકદમ શાનદાર છે પરંતુ આ શાનદાર બંગલામાં રહેવા માટે કોઈપણ મંત્રી સહેલાઈથી તૈયાર થતો નથી. અને જો આવે તો તેના મનમાં કેટલીક શંકાઓ રહેતી હોય છે.
ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, ભારત-પાક વચ્ચે દુબઈમાં થશે 'મહાસંગ્રામ'
પંકજા મુંડેનો ભાવનાત્મક સંબંધ
સામાન્ય પ્રશાસન વિભાગના નિયમ પ્રમાણે રામટેક બંગલો રેવન્યુ મિનિસ્ટર અને ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને ફાળવવામાં આવ્યો છે. પરંતુ પર્યાવરણ મંત્રી પંકજા મુંડે અને ચંદ્રશેખર બાવનકુલે વચ્ચે આ બંગલાની અદલાબદલી થઈ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. એકસમયે પંકજા મુંડેના પિતા ગોપાનીથ મુંડે રામટેક બંગલામાં રહેતા હતા. આ બંગલા સાથે પંકજા મુંડેનો ભાવનાત્મક સંબંધ છે.
ભાઈ,લસણ કેટલાનું છે? શાકભાજી માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી; મોંઘવારી પર કરી વાતચીત
બંગલામાં રહેવાથી મંત્રીઓ ગુમાવે છે મંત્રીપદ
સાગર કિનારે આવેલાં આ બંગલા વિશે એવું માનવામાં આવે છે કે જે આ બંગલામાં રહે છે તેની રાજકીય પ્રગતિ પર અસર થાય છે. છેલ્લાં ઘણા સમયથી રામટેક બંગલામાં જે મંત્રીઓ રહેવા આવ્યા છે તેમને પોતાનું મંત્રીપદ ગુમાવવાનો વારો આવ્યો છે. જેના પરથી તે રામટેકને અપશુકનિયાળ માનવામાં આવે છે. ત્યારે રામટેકના ઈતિહાસ પર નજર કરીએ તો.
રામટેક બંગલાનો ઈતિહાસ
1999માં કોંગ્રેસની સરકાર બની તો ઉપમુખ્યમંત્રી છગન ભુજબળ અહીંયા રહેવા લાગ્યા. તેલગી ગોટાળામાં તેમનું નામ સામે આવતાં મંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું. 2014માં ફડણવીસની સરકારમાં એકનાથ ખડસેને આ બંગલો મળ્યો. ભ્રષ્ટાચારના આરોપો લાગતાં તેમને દોઢ વર્ષની અંદર મંત્રીપદ ગુમાવવું પડ્યું. 2019માં મહાવિકાસ અઘાડીની સરકાર બનતાં છગન ભુજબળ ફરી રામટેક બંગલામાં આવ્યા. જોકે કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ MVAની સરકાર પડી ગઈ. 2022માં મહાયુતિની સરકાર બનતાં શિવસેનાના દીપક કેસરકરને રામટેક બંગલો મળ્યો. જોકે 2024માં પ્રચંડ વિજય મળતાં તેમનું મંત્રીપદેથી નામ કપાઈ ગયું.
દિલ્હી HCનો ઐતિહાસિક નિર્ણય;દુષ્કર્મ-એસિડ એટેકમાં પીડિતને હોસ્પિટલમા મળશે મફત સારવાર
છેલ્લાં ઘણા વર્ષોથી રામટેક બંગલામાં રહેતાં મંત્રીઓ કોઈ વિવાદમાં આવ્યા છે અથવા તો તેમને મંત્રીપદ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે રામટેક બંગલો ચંદ્રશેખર બાવનકુલે કે પંકજા મુંડે માટે કઈ સ્થિતિનું નિર્માણ કરશે તે તો આવનારો સમય જ બતાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે