UP News: ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર એવી ઘટના સામે આવી છે જે પતિ-પત્નીના સંબંધોને શરમમાં મૂકી દીધા છે. અહીં પતિની ગેરહાજરીમાં પત્ની તેના પ્રેમીને ઘરે બોલાવીને સાથે રંગરેલિયા કરતી હતી અને એક દિવસ અચાનક પતિ ઘરે પહોંચ્યો હતો. પત્ની અને તેના પ્રેમીને આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયો હતો. ત્યારબાદ પતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ગુસ્સામાં આવેલા પતિએ પ્રેમીને ખરાબ રીતે માર માર્યો હતો અને પછી દાંતથી તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું.
સાળંગપુરમાં નહીં, આ મંદિરમાં લાગે છે 'ભૂતોનો દરબાર', અહીં સાંકળોથી બંધાય છે 'ભૂત'
દર્દથી કણસતો રહ્યો યુવાન
જણાવવામાં આવી રહ્યું છે કે મૂળરૂપથી બેકનગંજના રહેવાસી યુવકે બે વર્ષ પહેલા બાબુપુરવાની એક યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. તે તેની પત્ની સાથે બાબુપુરવામાં ભાડાના મકાનમાં રહે છે. ગુરુવારે તે કોઈ કામ માટે બહાર ગયો હતો અને તેની પત્નીને જણાવ્યું હતું કે તે શુક્રવારે સવારે ઘરે પરત ફરશે. તે દરમિયાન પત્નીએ તેના પ્રેમીને ઘરે બોલાવી લીધો અને બંને બેડમાં રંગરેલિયા કરવા લાગ્યા હતા.
આ છે દમદાર બાઇક; એક વાર ટાંકી ફૂલ કરાવો'ને 660 કિ.મી સુધી દોડશે, જાણો ખાસ ફીચર્સ
રંગે હાથે પકડાઈ ગઈ પત્ની અને પ્રેમી
જ્યારે પતિ પત્નીને જાણ કર્યા વગર ઘરે પરત ફર્યો ત્યારે પત્ની તેના પ્રેમી સાથે વાંધાજનક હાલતમાં હતી. બંનેને જોઈને પતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. રોષે ભરાયેલા પતિએ પ્રેમીને પકડીને ખૂબ માર માર્યો હતો. આ દરમિયાન પતિએ પ્રેમીનો પ્રાઈવેટ પાર્ટ પોતાના દાંત વડે કરડ્યો હતો. લોહીલુહાણ થયેલો યુવક દર્દથી કણસતો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેમને સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા.
શું ઋતુરાજે ધોનીને ઈન્સ્ટાગ્રામ પર કર્યો અનફોલો? સોશિયલ મીડિયા પર અચાનક મચ્યો ખળભળાટ
પોલીસનું કહેવું છે કે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે