કિડની શરીરનું વધારાનું પાણી અને ગંદકી બહાર કાઢવાનું કામ કરે છે. જો કિડની ખરાબ થાય કે કિડની સંબંધિત કોઈ રોગ થાય તો તેની અસર સમગ્ર શરીર પર પડતી હોય છે. કિડની જ્યારે યોગ્ય રીતે કામ ન કરે તો શરીરની અંદર ગંદકી અને પાણી જમા થવા લાગે છે. સમયસર તેની સારવાર કરાવવામાં ન આવે તો કિડની ફેલ્યર થઈ શકે છે. કિડની ખરાબ થાય ત્યારે સ્કિન પર કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને ઓળખીને કિડની ખરાબ થતા બચાવી શકાય છે.
ત્વચા પર ખંજવાળ
ત્વચામાં ખંજવાળ થવી એ એક સામાન્ય સમસ્યા છે. અનેકવાર કિડની સંબંધિત સંકેત પણ હોઈ શકે છે. જો અનેક ભાગોમાં ખંજવાળ આવતી હોય તો તમારે તેને નજરઅંદાજ ન કરવું જોઈએ. અનેક દિવસો સુધી જો તમને ખંજવાળ આવે તો તમારે ડોક્ટર પાસે જવું જોઈએ.
ત્વચા લાલ થવી
જ્યારે કિડની બરાબર કામ ન કરતી હોય તો ત્વચા પર લાલાશ વધવા લાગે છે. સ્કીન લાલ થવી એ મોટાભાગે એલર્જી સંબંધિત હોય છે પરંતુ કેટલાક મામલાઓમાં સ્કીનનું લાલ થવું કિડનીના ખરાબ થવાનો પણ સંકેત હોઈ શકે છે. જો તમારી સ્કીન ઠેર ઠેર લાલ થઈ રહી હોય તો તમારે ડોક્ટર પાસે જવું જોઈએ.
ડ્રાય ત્વચા
જો અચાનક તમારી સ્કીન ડ્રાય થઈ ગઈ હોય તો તમને કિડની સંબંધિત સમસ્યા હોઈ શકે છે. હવામાનમાં ફેરફારના કારણે મોટાભાગે સ્કીન ડ્રાય થતી હોય છે. આવામાં લોકો ડ્રાય સ્કીનને નજર અંદાજ કરે છે. લાંબા સમય સુધી તમારી સ્કીન ડ્રાય થઈ જાય તો ડોક્ટર પાસે જવું જોઈએ.
સ્કીનનો કલર ચેન્જ થવો
જ્યારે કિડની બરાબર કામ ન કરતી હોય તો સ્કીનના કલરમાં પણ ફેરફાર આવે છે. સ્કીનના રંગમાં ફેરફાર થવો એ તમારા માટે મોટો સંકેત છે અને આવામાં તેને નજરઅંદાજ કરવો જોઈએ નહીં. સ્કીન પીળી કે ડાર્ક થઈ શકે છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે