Alimony Rules in India : ભારતમાં છૂટાછેડા પછી ભરણપોષણ માટે નિયમો બનાવવામાં આવ્યા છે. જ્યારે લગ્ન પછી પતિ-પત્નીના છૂટાછેડા થઈ જાય છે. ત્યારે સામાન્ય રીતે પતિ તેની પત્નીને ભરણપોષણ આપે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે જો પત્નીનો પગાર પતિ કરતાં વધુ હોય તો છૂટાછેડા પછી પત્નીને ભરણપોષણ મળે કે પછી પત્ની પતિને ભરણપોષણ આપે છે ? ભારતમાં છૂટાછેડા પછી ભરણપોષણ આપવા અંગેના કાયદો શું છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.
જો પત્નીનો પગાર પતિ કરતાં વધુ હોય તો કોને ભરણપોષણ મળશે ?
સામાન્ય રીતે લોકો માને છે કે છૂટાછેડા પછી માત્ર પત્નીઓને જ ભરણપોષણનો અધિકાર છે. પરંતુ જો પત્ની વધુ કમાતી હોય તો તેનો પગાર વધારે હોય અને પતિનો પગાર ઓછો હોય તો આવી સ્થિતિમાં કોને ભરણપોષણ મળે ? તો તમને જણાવી દઈએ કે આવા કિસ્સામાં, નિયમો અનુસાર પત્નીને નહીં, પરંતુ પતિને જ ભરણપોષણ મળશે. કારણ કે પત્ની વધારે કમાઈ રહી છે અને તે પોતાનું ગુજરાન આસાનીથી ચલાવી રહી છે. પરંતુ પતિનો પગાર ઓછો હોવાથી જો તે ગુજારાન ચલાવી શકતો ના હોય તો આવી સ્થિતિમાં કોર્ટ પત્નીને છૂટાછેડા બાદ પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપી શકે છે.
ઉત્તર દિશામાં રાખશો આ 5 વસ્તુ તો થઈ જશો માલામાલ ! કુબેર દેવના રહેશે વિશેષ આશીર્વાદ
કાયદો શું કહે છે ?
ભારતીય કાયદા અનુસાર, હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 24 અને 25 હેઠળ પતિ પણ ભરણપોષણનો દાવો કરી શકે છે. જો કે, તેના માટે તેણે સાબિત કરવું પડશે કે તે તેની આજીવિકા માટે તેની પત્ની પર નિર્ભર હતો અને છૂટાછેડા પછી તેની આર્થિક સ્થિતિ તેના જીવન નિર્વાહ માટે પૂરતી રહેશે નહીં. પણ જો પતિ કમાતો હોય તો કદાચ કોર્ટ ભરણપોષણની માંગને રદ કરી શકે છે. પણ જો પગાર બહુ ઓછો હોય તો કોર્ટ પત્નીને તેના પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપી શકે છે.
આ રીતે કોર્ટ ભરણપોષણનો નિર્ણય કરે છે
તમને જણાવી દઈએ કે કોર્ટ આ રીતે છૂટાછેડા પછી કોઈને પણ ભરણપોષણનું કહી શકે નહીં. આ માટે કોર્ટ કેટલાક પાસાઓની તપાસ કરે છે અને હકીકતો તપાસ્યા પછી જ આદેશ જારી કરે છે. જેમાં પતિ-પત્ની બંનેનો પગાર જોવામાં આવે છે. તેમની જીવનશૈલી જોવામાં આવે છે. લગ્ન કેટલા સમય સુધી ચાલ્યા તે જોવામાં આવે છે. બાળકોની જવાબદારી ધ્યાનમાં લેવામાં આવે છે અને ભવિષ્યમાં કેવા પ્રકારની આર્થિક સ્થિતિ રહેશે. કોર્ટ આ બધી બાબતોને ધ્યાનમાં લીધા પછી જ ભરણપોષણનો નિર્ણય કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે