નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના પતિની કાળી કરતૂતોનો ખુલાસો કરી તેની ધરપકડ કરાવી દીધી છે. તે માટે પત્નીએ પતિનું વોટ્સએપ હેક કરી લીધુ હતું. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આરોપીની ઓળખ 32 વર્ષીય અબ્દુલ શારિક કુરૈશી તરીકે થઈ છે.
પત્નીએ પોલીસ ફરિયાદમાં શું કહ્યું?
આરોપીની પત્નીએ જણાવ્યું કે મારા પતિ અબ્દુલ શારિક નાગપુરના ટેક બજારમાં પાનની દુકાન ચલાવતા હતા. અમારા લગ્ન વર્ષ 2021માં થયા હતા. તેનાથી તેમને ત્રણ વર્ષની પુત્રી છે. તે ખૂબ જ દુષ્ટ અને વિકરાળ હતો. મહિલાએ વધુમાં જણાવ્યું કે તેનો પતિ તેની વૈવાહિક સ્થિતિ છુપાવીને છોકરીઓ અને મહિલાઓને ફસાવતો હતો. ત્યારપછી લગ્નના બહાને અવૈધ સંબંધ બાંધતો હતો. આ સમય દરમિયાન તે મહિલાઓના વાંધાજનક વીડિયો બનાવતો હતો અને બાદમાં તેમને બ્લેકમેલ કરતો હતો. એટલું જ નહીં, તે તેની પત્ની પર અકુદરતી સેક્સ માટે દબાણ પણ કરતો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતના આ પાડોશી રાજ્યએ 19 જિલ્લાઓમાં દારૂના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત
વોટ્સએપ હેક કરતાં ભાંડો ફૂટ્યો
આરોપીની પત્નીએ જણાવ્યું કે મને મારા પતિની હરકતો પર શંકા થઈ તો મેં એક સંબંધીની મદદથી તેના ફોનને ક્લોન કરી વોટ્સએપ હેક કરી લીધું. જ્યારે તેનું વોટ્સએપ ચેક કર્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આરોપીના ઘણી મહિલાઓ સાથે સંબંધ હતા. તેમાં સગીરા પણ સામેલ છે. તેણે મહિલાઓના અશ્લીલ વીડિયો બનાવ્યા ત્યારબાદ તેને બ્લેકમેલ કરતો હતો.
એક અધિકારીએ જણાવ્યું કે પીડિત મહિલા પતિએ શિકાર બનાવેલી મહિલાઓ સાથે વાત કરી તેની ફરિયાદ દાખલ કરાવવામાં સફળ રહી. ત્યારબાદ એક 18 વર્ષીય પીડિતા સામે આવી અને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તેણે જણાવ્યું કે આરોપીએ ખુદનું નામ સાહિલ વર્મા જણાવ્યું હતું. આરોપીએ આ યુવતીની અંગુઠી પણ ચોરી લીધી, જે તેને તેની માતાએ ભેટમાં આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે