આચાર્ય ચાણક્યએ જીવન સંદર્ભમાં એવી અનેક નીતિઓ બનાવી છે જેને અપનાવીને કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનને સરળ અને સુંદર બનાવી શકે છે. પોતાની નીતિઓમાં ચાણક્યએ પુરુષ અને સ્ત્રીઓના સંબંધો ઉપર પણ ખુબ ચર્ચા કરી છે. પુરુષોને કેવી સ્ત્રીઓ ગમે, પતિ પત્નીના સંબંધને સુંદર બનાવવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આ બધી વાતોની ચર્ચા તેમણે પોતાની નીતિઓમાં કરી છે. આ સાથે જ ચાણક્યએ પુરુષોના પણ એવા ગુણો વિશે જણાવ્યું છે કે જેને જોઈને મહિલાઓ પુરુષો પ્રત્યે આકર્ષાય છે. આચાર્ય ચાણક્ય મુજબ પુરુષોની એવી કઈ આદતો છે જેને જોઈને મહિલાઓ સૌથી વધુ પ્રભાવિત થાય છે અને તેમના પર ફિદા થઈ જાય છે.
સ્વભાવમાં સરળતા
આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ મહિલાને સરળ સ્વભાવના પુરુષો વધુ ગમે છે. જે પુરુષો શાંત સ્વભાવના હોય, ધૈર્ય રાખીને કામ કરે અને સમજી વિચારીને કામ કરે તેવા પુરુષો મહિલાઓને આકર્ષે છે. જે પુરુષોની નિર્ણય લેવાની શક્તિ સારી હોય છે તેવા પુરુષો પ્રત્યે પણ મહિલાઓ આકર્ષાય છે.
શાનદાર વ્યક્તિત્વ
પુરુષોની સરળતાની સાથે તેમનું વ્યક્તિત્વ પણ મહિલાઓને ખુબ પ્રભાવિત કરે છે. પહેલી નજરમાં મહિલાઓ પુરુષોના વ્યક્તિત્વ ઉપર જ ધ્યાન આપે છે. છોકરો જોવામાં ભલે સુંદર ન હોય પરંતુ જો તેનું વ્યક્તિત્વ આકર્ષક હોય તો મહિલાઓ તેમના પર ફિદા થઈ જાય ચે. કોઈ વ્યક્તિનો અન્ય વ્યક્તિ સાથે વ્યવહાર કેવો છે, તેના ચાલવા, ઉઠવા બેસવાની અને વાતચીત કરવાની રીત કેવી છે તે બધી વાતો મહિલાઓને ખુબ પ્રભાવિત કરે છે. ખાસ કરીને કોઈ પણ લેડીઝ સાથે તે વ્યક્તિનું વર્તન કેવું છે તેના પર સ્ત્રીઓની ખાસ નજર રહે છે.
સાહસથી કરે દુનિયાનો સામનો
મહિલાઓને સાહસિક પુરુષો વધુ ગમે છે. મહિલાઓને એવા પુરુષો ગમે છે જે તેમના માટે ઢાલ બનીને ઊભા રહે. જેમની સાથે તેઓ પોતાને સૌથી વધુ સેફ અને સિક્યોર ફિલ કરે અને જેમનો સાથ મેળવીને તેમને હિંમત આવે. ડરપોક અને લોકો સામે દબાઈ જતા પુરુષો મહિલાઓને ઓછા ગમે.
અહંકારની ભાવના ન હોય
જે પુરુષો અહંકારી હોય છે તે મહિલાઓને બિલકુલ ગમતા નથી. મહિલાઓને હંમેશા એવા પુરુષો ગમે છે જેમનામાં અહંકારની ભાવના ન હોય. ચાણક્યના જણાવ્યાં મુજબ કોઈ પણ સંબંધને પ્રેમથી નિભાવવા માટે વ્યક્તિની અંદર ઘમંડ કે ઈગોની ભાવના હોવી જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિમાં ઈગો આવી જાય તો તેની અસર સંબંધો પર પડે છે. આ જ કારણ છે કે મહિલાઓ ઈગોઈસ્ટિક પુરુષોને પસંદ કરતી નથી.
મહેનત અને ઈમાનદારી
મહિલાઓને મહેનતું અને ઈમાનદાર પુરુષો જ વધુ પસંદ પડે છે. એવા પુરુષો જે પોતાના સંબંધમાં ઈમાનદારી રાખે, કોઈ વાત છૂપાવે નહીં અને સચ્ચાઈ સાથે જીવન જીવે એવા પુરુષોને મહિલાઓ વધુ પસંદ કરે છે. આ સાથે જ મહિલાઓને મહેનતુ પુરુષો વધુ સારા લાગે છે. આળસુ અને નકામા પુરુષોને મહિલાઓ પસંદ કરતી નથી.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે