Home> India
Advertisement
Prev
Next

Yogi Adityanath Oath Ceremony: 'હું યોગી આદિત્યનાથ, ઇશ્વરની શપથ લઉ છું કે...', UP માં યોગી 2.0 ની શરૂઆત

Yogi Adityanath Oath Ceremony: યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી સહિત કેટલાક મોટા નેતાઓ સામેલ થશે. સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ માટે લખનઉમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહની પળેપળની અપડેટ જાણો...

Yogi Adityanath Oath Ceremony: 'હું યોગી આદિત્યનાથ, ઇશ્વરની શપથ લઉ છું કે...', UP માં યોગી 2.0 ની શરૂઆત

Yogi Adityanath Oath Ceremony: ઉત્તર પ્રેદશની રાજધાની લખનઉમાં આજે (શુક્રવાર) યોગી આદિત્યનાથ સીએમ પદની શપથ લેશે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી સહિત કેટલાક મોટા નેતાઓ સામેલ થશે. સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ માટે લખનઉમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહની પળેપળની અપડેટ જાણો...

fallbacks

17:10 PM:-
રાજ્યમંત્રી તરીકે કોણે લીધા શપથ

રાજ્યમંત્રી તરીકે નિતિન અગ્રવાલ, કપિલ દેવ અગ્રવાલ, દયાશંકર સિંહ અને નરેન્દ્ર કશ્યપે શપથ લીધા.

16:55 PM:-
કોણે કોણે લીધી શપથ

શપથ ગ્રહણમાં સૌથી પહેલા યોગી આદિત્નાથે યુપીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ત્યારબાદ કેશવ પ્રસાદ મોર્ય અને બ્રિજેશ પાઠકે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. ત્યારબાદ મંત્રી તરીકે સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ ખન્ના, સ્વતંત્ર દેવ સિંહ, બેબી રાની મોર્ય અને લક્ષ્મીનારાયણ ચૌધરીએ શપથ લીધા.

આ ઉપરાંત કેબિનેટ મંત્રી તરીકે જયવીર સિંહ, ધર્મપાલ સિંહ, નંદગોપાલ ગુપ્તા નંદી, ભૂપેન્દ્ર ચૌધરી, અનિલ રાજભર, જિતિન પ્રસાદ, રાકેશ સચાન, અરવિંદ કુમાર શર્મા, આશિષ પટેલ, સંજય નિષાદ એ શપથ લીધા.

16:30 PM:-
યુપીમાં યોગી 2.0 ની શરૂઆત

યોગી આદિત્યનાથે ઇકાના સ્ટિડિયમમાં આજે ફરીવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. ઇકાના સ્ટેડિયમમાં તેમની સાથે 52 મંત્રી પણ શપથ લેશે.

16:25 PM:-
ફરી સીએમ બન્યા યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદની શપથ શરૂ. આ લગભગ 37 વર્ષ બાદ થઈ રહ્યું છે કે, કોઈપણ મુખ્યમંત્રી UP માં ફરી CM બની રહ્યા છે.

16:10 PM:-
પીએમ મોદી પહોંચ્યા ઇકાના સ્ટેડિયમ

યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા પીએમ મોદી ઇકાના સ્ટેડિયમ પહોંચી ગયા છે.

16:00 PM:-
થોડીવારમાં યોગી આદિત્યનાથ લેશે સીએમ પદની શપથ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ પહોંચ્યા છે. હવે થોડીવારમાં યોગી આદિત્યનાથ સીએમ પદની શપથ લેશે.

 

15:46 PM:-
અમિત શાહ પણ પહોંચ્યા લખનઉ

યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે લખનઉ પહોચ્યી ગયા છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ.

15:35 PM:-
પીએમ મોદી પહોંચ્યા લખનઉ

યોગીના શપથ ગ્રહણમાં સામેલ થવા માટે પીએમ મોદી લખનઉ પહોંચી ગયા છે. હવે થોડીવારમાં તેઓ ઇકાના સ્ટેડિયમમાં જોવા મળશે.

15:33 PM:-
આ 52 લોકો લેશે શપથ

fallbacks

14:38 PM:-
મોહસિન રજા નહીં બને મંત્રી

સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહસિન રજા પણ યોગી સરકાર 2.0 માં મંત્રી બનશે નહીં. મોહસિન રજાની જગ્યા દાનિશ આઝાદને ફોન આવ્યો હતો. તે મુખ્યમંત્રી આવાસમાં હાજર છે. દાનિશ આઝાદ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી છે.

14:35 PM:-
PM મોદીને રિસીવ કરવા માટે સીએમ યોગી એરપોર્ટ રવાના

PM મોદીને રિસીવ કરવા માટે સીએમ યોગી આદિત્યનાથ લખનઉ એરપોર્ટ માટે રવાના થઈ ગયા છે.

14:32 PM:-
સતીશ મહાના નહીં બને મંત્રી

સૂત્રોના જણાવ્યા અનુસાર સતીશ મહાના મંત્રી બનશે નહીં. તેમને યોગી સરકાર 2.0 માં તક મળશે નહીં.

14:15 PM:-
પીએ મોદી કેટલા વાગે પહોંચશે લખનઉ

પીએમ મોદી આજે બપોરે 3.30 વાગ્યે લખનઉ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ બપોર 3.50 મિનિટ પર પીએમ મોદી હેલિકોપ્ટર ઇકાના હેલિપેડ પર લેન્ડ કરશે. સીએમ યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મૌર્ય લખનઉ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીને રિસીવ કરશે.

14:06 PM:-
દિનેશ શર્મા નહીં બને ડેપ્યુટી સીએમ

સીએમ યોગીના આવાસ પર ડોક્ટર દિનેશ શર્મા જોવા મળ્યા નહીં. દિનેશ શર્માને ફરી યુપીના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે નહીં. તેમની જગ્યાએ બ્રિજેશ પાઠક લેશે.

13:36 PM:-
યોગી સરકાર 2.0 માં આ મંત્રીઓને નહીં મળે તક

સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા સામાચાર છે કે, સરકારના ઘણા મોટા મંત્રી મંત્રિમંડળમાંથી ગાયબ થઈ શકે છે. જળ શક્તિ મંત્રી ડોક્ટર મહેન્દ્ર સિંહ, ઔદ્યોગિક વિકાસ મંત્રી સતીશ મહાના, ઉર્જા મંત્રી શ્રીકાંત શર્મા, સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ, જય પ્રતાપ સિંહ અન્ય એવા ઘણા નામ છે જે મુખ્યમંત્રી આવાસ પર જોવા મળ્યા નહીં.

13:24 PM:-
બ્રિજેશ પાઠક અને કેશવ પ્રસાદ મોર્ય બનશે ડેપ્યુટી સીએમ

સૂત્રોના જણાવ્યા અનુસાર, યુપીમાં બે ડેપ્યુટી સીએમ હશે. બ્રિજેશ પાઠક અને કેશવ પ્રસાદ મોર્યને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.

12:38 PM:-
શપથ ગ્રહણ પહેલા ગોરખનાથ મંદિરમાં પૂજા

સીએમ યોગી આદિત્યનાથ શપથ ગ્રહણ સમારોહ પહેલા ગોરખનાથ મંદિરના મુખ્ય પુજારીએ પુજા કરી.

12:09 PM:-
શપથ ગ્રહણના મહેમાન

સીએમ યોગીના શપથ ગ્રહણનું કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા યાદવ, કેન્દ્રીય મંત્રી શોભા કરાન્જલે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, બિહારના સીએમ નીતિશ કુમાર, ઝારખંડના પૂર્વ સીએમ રઘુવર દાસ અને છત્તીસગઢના પૂર્વ સીએમ રમન સિંહને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More