Home> LifeStyle
Advertisement
Prev
Next

રાત-રાતભર થાય છે ઉજાગરો? પુરી નથી થતી ઊંઘ? અપનાવો US આર્મીની આ Trick

રાત-રાતભર થાય છે ઉજાગરો? પુરી નથી થતી ઊંઘ? અપનાવો US આર્મીની આ Trick

નવી દિલ્લીઃ ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે આજકાલ લોકોને સારી ઉંઘ આવતી નથી. ઘણા લોકો ઉંઘવા માટે દવા લે છે તો કેટલાક લોકો નશો કરી લે છે. આજ કાલ સારી ઊંઘ લેવા લોકો અવનવા કિમિયા કરે છે આ જે અમે  તમને સારી ઉંઘ આવે તે માટે એક ટ્રીક આપીશું. આ ટ્રીક અપનાવસો તો તમને માત્ર બે મિનિટમાં સારી  ઊંઘ   આવી જશે. અમેરિકાની સેના યુદ્ધ અથવા ખાસ પરિસ્થિતિમાં આ ટ્રિકનો ઉપયોગ કરે છે.જાણો શું છે ટ્રીક-
સૌથી પહેલા તમારો મોબાઈલ બંધ કરી દો. તમારી પલંગની કિનારી પર બેસી જાઓ. આ સમયે તમારા પલંગ પરની લાઈટ ઓન રાખો. હવે તમારા ચહેરાની માંસપેશીઓને આરામ આપો.પછી ચહેરાના સ્નાયુઓને સંકોચો પછી તેને ટાઈટ કરો હવે ધીમે ધીમે છોડો.
આટલું કર્યા બાદ તમને એવું લાગશે કે તમારા ચહેરામાં જીવ રહ્યો નથી. હવે પલંગ પર બેઠા બેઠા તમારા ખભાને નીચેની તરફ જવા દો. તમારા હાથને લટકવા દો અને લાંબો શ્વાસ લો અને છોડો. તમે શ્વાસ છોડો તે સમયે તેનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરો. દરેક શ્વાસની સાથે તમારી છાતીને આરામ આપો.શરીરને ઢીલું મૂકી દો-
જ્યારે તમારુ શરીર ઢીલું પડી જાય ત્યારે તમારા દિમાગને થોડા સમય સુધી શાંત કરી દો કઈ જ વિચારવું નહીં. જો તમે કશું વિચારવા નથી માગ તા અને તો પણ તે વિચારો મગજમાં આવે છે તો આવવા દો પરંતુ તમે કઈ જ ના વિચારો. થોડાક જ સમયમાં તમારુ દિલ અને દિમાગ શાંત થઈ જશે.2 જ મિનિટમાં આવી જશે ઊંઘ-
હવે તમે આંખ બંધ કરીને એવું વિચારો કે તમે આકાશની નીચે એક નાવમાં ઊંઘ્યા છો. લગભગ એક મિનિટ સુધી આ વાતોને વિચારતા રહો. હવે લાઇટ બંધ કરીને પલંગ પર સુઈ જાઓ.  થોડીક જ વારમાં તમે ઊંઘી જશો.સવારે ઉઠશો તો એકદમ ફ્રેશ હશો-
આ ટ્રીક તરત જ કામ કરતી નથી આ ટ્રીક અપનાવવા માટે તમારા માઈન્ડને આ પ્રકારે બનાવવું પડશે જે માટે 4થી 5 દિવસ લાગશે. ધીમે ધીમે તમારુ શરીર આ ટ્રીક અપનાવી લેશે. આ ટ્રીક અપનાવ્યા પછી બીજા દિવસે જ્યારે તમે ઉઠશો ત્યારે તમે પોતાની જાતને એકદમ ફ્રેશ અનુભવશો.  

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More