Home> India
Advertisement
Prev
Next

Trending: Zomato ડિલિવરી બોયની ગંદી હરકત; પહેલા પાણી માંગ્યું, જેવી યુવતી પાછળ વળી કે....

Arrested For Molestation: મહારાષ્ટ્રના પુનાનો આ કિસ્સો ખરેખર ચોંકાવનારો છે. ઝોમેટો ડિલિવરી બોયની આ હરકતથી સુરક્ષા પર સવાલ ઉઠવા લાગ્યા છે. યુવતીએ શોષણની ફરિયાદ પણ નોંધાવી છે. 

Trending: Zomato ડિલિવરી બોયની ગંદી હરકત; પહેલા પાણી માંગ્યું, જેવી યુવતી પાછળ વળી કે....

Arrested For Molestation: આજકાલ લોકો ઘરમાંથી બહાર જઈને રેસ્ટોરન્ટમાં ખાવાની જગ્યાએ ઘરે જ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરે છે. પરંતુ આ ખબર તમારા વિશ્વાસને ડગમગાવી શકે છે. આ મામલો પુનાનો છે. જેમાં એક 42 વર્ષના ઝોમેટો ડિલિવરી બોય પર આરોપ લાગ્યો છે. 19 વર્ષની યુવતીએ આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

fallbacks

શું છે આ સમગ્ર મામલો?
યુવતીના જણાવ્યાં મુજબ ઝોમેટો ડિલિવરી બોયે તેના ઘરે ફૂડ ડિલિવર કર્યું. આ દરમિયાન તેણે છોકરી પાસે પાણી માંગ્યુ ત્યારબાદ યુવતીએ પાણી પીવડાવ્યું. પરંતુ ત્યારબાદ જે થયું તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. યુવતીએ ડિલિવરી  બોય પર શોષણનો આરોપ લગાવ્યો છે અને જણાવ્યું કે તે ડિલિવરી બોયે તેને કિસ પણ કરી. 

યુવતીને કિસ કરી!
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે જેવી તે પાણી લઈને આવી કે ડિલિવરી બોય તેને તેના પરિવારના સભ્યો વિશે પૂછવા લાગ્યો. જેના જવાબમાં યુવતીએ જણાવ્યું કે તે તેના બે મિત્રો સાથે ફ્લેટમાં રહે છે અને બંને પોત પોતાના ઘરે ગયા છે. યુવતીને એકલી જોઈને ડિલિવરી બોયે ફરી પાણીનો ગ્લાસ માંગ્યો અને જેવી તે પાછળ વળી કે તેણે યુવતીને દબોચી લીધી અને જબરદસ્તીથી બે વાર તેના ગાલ પર કિસ કરી લીધી. 

પોલીસે નોંધી ફરિયાદ
રિપોર્ટ મુજબ આ કરતૂત બાદ ડિલિવરી બોય ત્યાંથી જતો રહ્યો. વ્યક્તિએ તે યુવતીને પૂછ્યું કે તેને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તે તેને જણાવી શકે છે. આ ઉપરાંત ડિલિવરી બોયે તે યુવતીને વોટ્સએપ પર મેસેજ પણ કર્યો. ત્યારબાદ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો. અત્રે જણાવવાનું કે ડિલિવરી બોયની ધરપકડ કરાઈ હતી જો કે ત્યારબાદ જામીન પર તેનો છૂટકારો થઈ ગયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More