Home> LifeStyle
Advertisement
Prev
Next

Special Sharbat: આ 5 શરબત ઝડપથી વધારે છે કોલેજન લેવલ, શરીરને ઠંડક મળશે અને સ્કિન પણ દેખાશે ગ્લોઈંગ

Sharbat for Bright Skin: જો કોસ્મેટિક્સનો ઉપયોગ કર્યા વિના ત્વચાની સુંદરતા વધારવી હોય તો ડાયટમાં આ 5 શરબતનો સમાવેશ કરો. આ 5 શરબત ત્વચામાં કોલેજનની માત્રા વધારે છે. જેનાથી સ્કિન યુવાન દેખાશે.
 

Special Sharbat: આ 5 શરબત ઝડપથી વધારે છે કોલેજન લેવલ, શરીરને ઠંડક મળશે અને સ્કિન પણ દેખાશે ગ્લોઈંગ

Sharbat for Bright Skin: ઉનાળામાં ત્વચા બેજાન થઈ જાય છે. ઉનાળામાં ગરમીના કારણે ડલ પડેલી ત્વચાને જો રીપેર કરવી હોય અને ત્વચા પર ગ્લો વધારવો હોય તો એવી વસ્તુઓની ડાયટમાં સામેલ કરો જે કોલેજનની માત્રા વધારે. કોલેજન એવું પ્રોટીન છે જે ચેહરા પર નેચરલ ગ્લો વધારે છે સાથે જ કરચલીઓ અને ડલનેસને પણ વધતા રોકે છે. ગરમીમાં સ્કીનનું ખાસ ધ્યાન રાખવા માટે તમારે વધારે કંઈ કરવાની પણ જરૂર નથી. ગરમીમાં જો તમે આ 5 શરબતને પોતાની ડાયટમાં સામેલ કરી લેશો તો શરીરમાં કોલેજન 100 ની સ્પીડે વધશે. આ 5 શરબત પીવાથી તમને ડબલ ફાયદા થશે. પહેલો ફાયદો કે ગરમીમાં શરીરને ઠંડક મળશે અને બીજો સૌથી મોટો ફાયદો કે ત્વચામાં કુદરતી રીતે કોલેજન વધશે જે તમારી સુંદરતાને પણ ઝડપથી વધારશે. 

fallbacks

આ પણ વાંચો: દહીંમાં આ 2 વસ્તુ મિક્સ કરી રોજ ખાવું, શરીરમાં જામેલું વધારાનું ફેટ ઝડપથી ઓછું થશે

વરીયાળીનું શરબત 

વરીયાળીના શરબતને ઉનાળાનું અમૃત કહેવામાં આવે છે. ઉનાળામાં વરીયાળીનું શરબત પીવાથી શરીરને ફાયદા થાય છે. તેનાથી પેટની ગરમી ઓછી થાય છે અને પાચન સંબંધિત સમસ્યા પણ શાંત થાય છે. વરીયાળી નું શરબત પીવાથી શરીરમાં કોલેજનની માત્રા વધે છે. 

આ પણ વાંચો: તડકાના કારણે કાળી પડેલી ગરદનને ગોરી કરી દેશે દહીં, ફટકડી અને બટેટા, આ રીતે કરો ઉપયોગ

બિલાનું શરબત 

ઉનાળામાં બિલાનું શરબત પીવું પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે કોલેજન પણ વધારે છે. બિલાનું શરબત પીવાથી ત્વચા અંદરથી ગ્લો કરે છે. આ શરબત પીવાથી શરીરને એનર્જી પણ મળે છે. સાથે જ શરીર અંદરથી ઠંડુ રહે છે. 

આ પણ વાંચો: ઉનાળામાં રોજ પીવો આ 4 ડ્રિંક્સ, બરફ ઓગળે એમ ઓગળવા લાગશે શરીરમાં જામેલી ચરબી

લીંબુ શરબત 

લીંબુ શરબત પણ શરીર અને સ્કીન માટે ફાયદાકારક સાબિત થશે. વિટામીન સી થી ભરપુર લીંબુ શરબત શરીરમાં કોલેજન ઝડપથી પોસ્ટ કરે છે. તેનાથી ગરમીમાં શરીરને ઠંડક પણ મળે છે. 

આ પણ વાંચો: ઉનાળામાં આ રીતે કરો મુલતાની માટીનો ઉપયોગ, સ્કિન કેર માટે બીજું કંઈ જ કરવું નહીં પડે

ચિયાસીડ્સનું શરબત 

ઉનાળામાં જો તમે રિફ્રેશિંગ ફીલ કરવા માંગો છો તો ચિયા સીડ્સનો ઉપયોગ કરો.. એક ગ્લાસ પાણીમાં ચિયા સીડ્સ પલાળી રાખો અને પછી તેમાં લીંબુ અને જરૂર અનુસાર મધ ઉમેરીને પીવાનું રાખો. આ શરબત પીવાથી પણ કોલેજનની માત્રા ઝડપથી વધે છે. 

આ પણ વાંચો: ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી સ્કિન પર લગાડો, ફેશિયલ હેર દુર કરવાનો અસરકારક ઉપાય

આમ પન્ના

ઉનાળામાં આમ પન્ના નાના-મોટા સૌ કોઈને ભાવે છે. આ ડ્રિંક પીવાથી લૂ પણ લાગતી નથી અને શરીરને ઠંડક મળે છે. આમ પન્નામાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે જે શરીરમાં કોલેજનને બુસ્ટ કરે છે. તેને પીવાથી ઘણી બધી સમસ્યાઓ પણ મટે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More