Home> LifeStyle
Advertisement
Prev
Next

Cleaning Tips: પોતું કરવાના પાણીમાં આ વસ્તુ ઉમેરી દો, સવારે પોતું કર્યા પછી સાંજ સુધી ઘરમાં સુગંધ રહેશે, કીડી પણ નહીં નીકળે ઘરમાં

Cleaning Tips: ઘરની સાફ-સફાઈ રોજ થાય છે. સવારે જ્યારે ઘરમાં પોતા થાય છે ત્યારે એ પાણીમાં તમે બસ એક વસ્તુ ઉમેરી દેશો તો તેનાથી સાંજ સુધી ઘરમાંથી સુગંધ આવતી રહેશે.

 Cleaning Tips: પોતું કરવાના પાણીમાં આ વસ્તુ ઉમેરી દો, સવારે પોતું કર્યા પછી સાંજ સુધી ઘરમાં સુગંધ રહેશે, કીડી પણ નહીં નીકળે ઘરમાં

Cleaning Tips: દિવસ દરમિયાન જમીન પર ધૂળની સાથે તેલ, મસાલા સહિતની વસ્તુઓ ઢોળાતી રહે છે. તેથી જ રોજ સવારે દરેક ઘરમાં સાફ-સફાઈ થાય છે. કચરો કાઢ્યા પછી નિયમિત ઘરમાં પોતા કરવામાં આવે છે. મોટાભાગે ગૃહિણીઓ ઘરમાં પોતું કરવા માટે લિક્વિડ ક્લીનરનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યારે પોતું થાય છે તો થોડી કલાક સુધી તો ઘરમાંથી સુગંધ આવે છે પરંતુ ધીરે ધીરે સુગંધ જતી રહે છે. પરંતુ પોતું કરવાના પાણીમાં મોંઘા લિક્વિડ ક્લીનરને બદલે ઘરમાં તૈયાર કરેલું સામાન્ય આ લિક્વિડ ક્લીનર ઉમેરી દેશો તો સવારે પોતું કર્યા પછી સાંજ સુધી ઘરમાંથી સુગંધ આવતી રહેશે. 

fallbacks

આ પણ વાંચો:સફેદ વાળને મૂળમાંથી કાળા કરી નાખશે આ તેલ, અઠવાડિયામાં 3 વાર લગાડો અને જુઓ ચમત્કાર

તમે ઘરમાં રહેલી 2 વસ્તુની મદદથી લિક્વિડ ક્લીનર બનાવી શકો છો. આ લિક્વિડ ક્લીનરને પોતું કરવાના પાણીમાં ઉમેરી દેવું. આ લિક્વિડની ખાસ વાત એ હશે કે તે સાઈટ્રિક એસિડથી ભરપૂર હશે તેથી ગંદકી સાફ કરશે અને ઘરમાં સુગંધ પણ રહેશે. નિયમિત આ વસ્તુનો ઉપયોગ કરવાથી ટાઇલ્સ પર પડેલા ડાઘા પણ દૂર થવા લાગશે અને ટાઇલ્સ ચમકદાર દેખાશે. 

આ પણ વાંચો: વાળને અંદરથી પોષણ આપે છે અને ગ્રોથને બમણો કરે છે આ 5 ફળ, આજથી ખાવાનું કરી દેજો શરુ

લીંબુનું લિક્વિડ ક્લીનર 

આ ક્લીનર બનાવવા માટે એક વાસણમાં થોડું પાણી ઉકાળવા મૂકો. હવે તેમાં લીંબુના ચાર ટુકડા કરીને ઉમેરી દો. લીંબુ બરાબર ઉકળી જાય પછી ગેસ બંધ કરો અને પાણીને ગરણી વડે ગાડી લો. ત્યાર પછી આ પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરો. હવે તૈયાર કરેલા મિશ્રણને પોતુ કરવાના પાણીમાં ઉમેરી દો. આ લિક્વિડ બનાવવા માટે તમે લીંબુનો રસ કાઢેલી છાલનો ઉપયોગ પણ કરી શકો છો. 

આ પણ વાંચો: Cleaning Tips: ચાની ગંદી ગરણી આખા ઘરને બીમાર કરશે, સાફ કરવામાં 5 મિનિટ પણ નહીં લાગે

લીંબુના લિક્વિડ ક્લીનરથી નિયમિત ઘરમાં સફાઈ કરશો તો ટાઇલ્સની સફાઈ પણ સારી રીતે થશે અને ડાઘ તેમજ ગંદી સ્મેલ પણ દૂર થવા લાગશે. નિયમિત રીતે આ ક્લીનરનો ઉપયોગ કરવાથી ઘરમાંથી સુગંધ પણ આવતી રહેશે. લીંબુની સ્મેલ આખા ઘરને મહેકાવી દેશે. આ ક્લીનરનો ઉપયોગ કરવાથી કીડી અને અન્ય જીવજંતુનો ત્રાસ પણ ઓછો થઈ જશે.

આ પણ વાંચો: રોજ આ રોટલી ખાશો તો પેટ વધશે નહીં, આ સફેદ વસ્તુ ઉમેરી બાંધવો રોટલીનો લોટ, ઘટશે વજન

જો લીંબુનું ક્લીનર બનાવવાનો સમય ન હોય તો પોતું કરવાના પાણીમાં તમે વિનેગર અથવા તો લીંબુનો રસ ડાયરેક્ટ પણ ઉમેરી શકો છો. આ બંનેમાંથી કોઈ એક વસ્તુને પણ પોતું કરવાના પાણીમાં ઉમેરી દેશો તો ટાઇલ્સ ચમકી જશે અને જીવજંતુની સમસ્યા પણ નહીં સતાવે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More