Home> Spiritual
Advertisement
Prev
Next

આવી ગઈ ચારધામ યાત્રા શરૂ થવાની તારીખ; જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, રૂટ અને જરૂરી નિયમ

Char Dham Yatra 2025 : ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થવાની તારીખ આવી ગઈ છે. આ યાત્રા અંતર્ગત ભક્તો બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના દર્શન કરે છે. જાણો ક્યારે ખુલશે આ પવિત્ર યાત્રાધામોના કપાટ અને શું છે ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા.

આવી ગઈ ચારધામ યાત્રા શરૂ થવાની તારીખ; જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, રૂટ અને જરૂરી નિયમ

Kedarnath Yatra 2025 registration: વર્ષ 2025માં પવિત્ર ચારધામ યાત્રા શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. આ પ્રવાસ માટે રજીસ્ટ્રેશન પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં ભાગ લે છે અને આ પવિત્ર યાત્રાધામોના દર્શનનો લાભ લે છે. આ યાત્રાને સુચારૂ રીતે પાર પાડવા માટે વહીવટી તંત્રએ તૈયારીઓ કરી દીધી છે. આ વખતે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.

fallbacks

કડાકા ભડાકા સાથે ગરજશે વાદળો, પડશે ભારે વરસાદ! જાણો ગુજરાત સહિત 9 રાજ્યોમાં એલર્ટ

30 એપ્રિલે ખુલશે ગંગોત્રી-યમુનોત્રીના કપાટ
સૌથી પહેલા 30 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલશે અને તેની સાથે જ વર્ષ 2025ની ચારધામ યાત્રા શરૂ થશે. આ પછી 4 મેના રોજ બદ્રીનાથ ધામના દરવાજા ખુલશે. ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય બનેલા કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ મહાશિવરાત્રીના દિવસે નક્કી કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેદારનાથના દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યામાં ભારે વધારો થયો છે.

8મા પગાર પંચને લઈને સૌથી મોટું અપડેટ; જાણો કર્મચારીઓને ક્યારે મળશે વધારેલો પગાર?

5 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે પાયાની વ્યવસ્થા 
ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે તાજેતરની બેઠકમાં મૂળભૂત સુવિધાઓ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ નક્કી કરી છે. જો કોઈપણ વિભાગ નિર્ધારિત સમયમાં તૈયારીઓ પૂર્ણ નહીં કરે તો તેની જવાબદારી નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચાર ધામ યાત્રા માટે આવતા અઠવાડિયાથી રજીસ્ટ્રેશન શરૂ થશે.

ગુજરાત સહિત 4 મહાનગરોમાં શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો? જાણો તમારા શહેરના ભાવ

ઓનલાઈન-ઓફલાઈન રજિસ્ટ્રેશનની નવી વ્યવસ્થા
ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ઉત્તરાખંડ સરકારની વેબસાઈટ: registrationandtouristcare.uk.gov.in છે. આ વર્ષે ચારધામ યાત્રામાં 60% રજીસ્ટ્રેશન ઓનલાઈન અને 40% ઓફલાઈન થશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે અને પ્રથમ 15 દિવસ માટે 24 કલાક રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ પછી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને સમયમાં ફેરફાર કરવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે હરિદ્વાર અને ઋષિકેશમાં 20-20 રજિસ્ટ્રેશન કાઉન્ટર બનાવવામાં આવશે. જ્યારે વિકાસ નગરમાં 15 કાઉન્ટર સ્થાપિત કરવામાં આવશે.

8 ઓવર, 8 વિકેટ અને પાછી હેટ્રિક...100 વર્ષમાં પણ કોઈ નહીં તોડી શકે આ વન-ડે રેકોર્ડ

VIP દર્શન પર કડકાઈ
આ વર્ષે ચારધામ યાત્રાને લઈને એક મોટું અપડેટ એ છે કે આ યાત્રાની શરૂઆતના એક મહિના પહેલા કોઈપણ પ્રકારના વીઆઈપી દર્શનની મંજૂરી આપવામાં આવશે નહીં. VIP ભક્તો પણ સામાન્ય મુસાફરોની જેમ દર્શન કરી શકશે. આ અંગે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર મોકલવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More