Anti Aging Tips: યંગ અને સુંદર દેખાવાની ઈચ્છા દરેકની હોય છે. તેના માટે લોકો ખર્ચા પણ કરે છે. ખાસકરીને મહિલાઓ ચહેરાની સુંદરતા વધારવા માટે પાર્લરમાં જવાથી માંડીને મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવતી હોય છે. પરંતુ તમે કેટલાક નેચરલ ઉપાયો કરીને પણ સ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવી શકો છો. આજે તમને એકદમ સરળ અને 14 દિવસમાં અસર કરે તેવો ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી સ્કિન પર દેખાતા એજીંગના લક્ષણો ઓછા થઈ જાય છે.
આ પણ વાંચો: Hair Fall: રસોડાના આ પાણીનો વાળ ધોવામાં ઉપયોગ કરો, વાળ ખરતા બંધ થઈ જશે
નેચરલ એન્ટી એજિંગ ટીપ્સ વિશે આજે તમને જણાવીએ. એક વસ્તુ એવી છે જે સ્કિનમાં નેચરલી કોલેજન બુસ્ટ કરે છે. કેસ્ટર ઓઈલ લગાડવાથી એજીંગની પ્રોસેસ સ્લો થઈ શકે છે. કેસ્ટર ઓઈલ આંખની આસપાસ લગાડવાથી ત્વચા હાઈડ્રેટ થાય છે અને ડાર્ક સર્કલ પણ ઓછા થાય છે.
આ પણ વાંચો: દહીંથી ચહેરા પર આવશે ફેશિયલ જેવો ગ્લો, તડકાના કારણે કાળી પડેલી સ્કિન થઈ જશે ગોરી
આ તેલમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે સ્કિનના બેક્ટેરિયાનો સફાયો કરે છે અને સ્કિન પર એક્ને અને ખીલની સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે.
કેસ્ટર ઓઈલમાં રેટિનોઈક એસિડ હોય છે. જે કોલેજન અને ઈલાસ્ટિન વધારે છે. તેનાથી ત્વચા ટાઈટ થાય છે અને યુવાન દેખાય છે.
આ પણ વાંચો: 1 કિલો અથાણા પર અડધી ચમચી આ સફેદ પાવડર મિક્સ કરી દેજો, અથાણામાં ક્યારેય ફુગ નહીં વળે
કેસ્ટર ઓઈલમાં એવા ગુણ હોય છે જે સ્કિનને ઠંડક અને રાહત આપે છે. કેસ્ટર ઓઈલ ત્વચાની અંદરથી મોઈશ્ચુરાઈઝ કરે છે. તેનાથી સ્કિન સોફ્ટ અને નેચરલી ગ્લોઈંગ દેખાય છે.
રાત્રે સૂતા પહેલા થોડું કેસ્ટર ઓઈલ લેવું અને સાફ ચહેરા પર મસાજ કરો. ઓઈલને રાત્રે ચહેરા પર લગાવી રાખો અને સવારે સ્કિન સાફ કરવી. જો કોઈની સ્કિન સેંસિટિવ હોય તો પહેલા પેચ ટેસ્ટ કરી લેવો અને પછી ચહેરા પર લગાવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે