Surat News : સુરતના દેવધ ગામ ખાતે આહિર શૈક્ષણિક ભવન દ્વારા ભવ્ય સ્નેહ સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં જાણીતા લોકકલાકાર માયાભાઈ આહીરના યોજાયેલા લોકડાયરામાં નેતાઓના રૂપિયાનો વરસાદ કર્યો હતો.
લોકડાયરામાં સ્ટેજ પર રૂપિયાનો પાથરો થઈ ગયો હતો
આહિર શૈક્ષણિક ભવન દ્વારા સ્નેહ સમારોહ અને માયાભાઈના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેતાઓ દ્વારા માયાભાઈ આહીર પર રૂપિયાનો વરસાદ કરાયો હતો. રૂપિયાનો એટલો વરસાદ કરાયો કે આખો સ્ટેજ ભરાઈ ગયો હતો.
તો બીજી તરફ, આહિર શૈક્ષણિક ભવન સુરતના ભૂમિદાતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનો સહિત અનેક આહીરોએ લાખો રૂપિયાના દાનની જાહેરાત કરી હતી.
સમાજને શિક્ષણ થકી આગળ વધારવાની નેમ સાથે સૌ આગેવાનો સહિત અનેક આહીરોએ લાખો રૂપિયાની દાનની સરવાણી વહાવી હતી.
હવામાન વિભાગની મોટી ચેતવણી : આજે ગુજરાતમાં તોફાની વરસાદનું તાંડવ થશે, 12 જિલ્લામાં કરા પડવાનું એલર્ટ
હજારો લોકો ઉમટ્યા
માયાભાઈના લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ સ્થળે અંદાજે 25 હજારથી વધુ લોકોની હાજરી નોંધાઈ હતી. જેમાં સમાજના પ્રતિષ્ઠિત વર્ગના લોકો, સરકારી અધિકારીઓ તથા અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.
ચાલુ ડાયરામાં માયાભાઈની લથડી હતી તબિયત
થોડા સમય પહેલા મહેસાણાના ઝુલાસણમાં ડાયરાના કાર્યક્રમ પહેલા માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. ઝુલાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમને લઈ ડાયરાનું આયોજન કરાયું હતું. પરંતું ડાયરા પૂર્વે માયાભાઈ આહીરને છાતીમાં દુખાવો ઉપ઼્યો હતો. તબિયત ખરાબ હોવા છતાં ચાહકો માટે સ્ટેજ પર પહોંચ્યા હતા, પરંતુ ડાયરાની શરૂઆતમાં સ્તુતિ ગાયા બાદ તેમની તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. જેના બાદ માયાભાઈ આહીરના સમાચાર મળતા જ તેમના ચાહકવર્ગમાં ચિંતા વ્યાપી ગઈ હતી. અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. જોકે, બાદમાં તેમના સ્વસ્થ હોવાના સમાચાર તેમણે આપ્યા હતા.
યુગાન્ડામાં ટોચના ગુજરાતી ઉદ્યોગપતિ રાજીવ રૂપારેલિયાનું અકસ્માતમાં મોત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે