How to Clear Dark Armpits: ઉનાળામાં સ્લીવલેસ આઉટફિટ પહેરવા સૌને ગમે છે. પરંતુ જો અંડરઆર્મ્સની સ્કિન ડાર્ક હોય તો સ્લીવલેસ કપડા પહેરવાનું લોકો ટાળે છે. કાળી પડેલી અંડરઆર્મ્સની સ્કિન સુંદરતાને ખરાબ કરે છે. જો તમે પણ ડાર્ક અંડરઆર્મ્સથી પરેશાન છો તો આ પેસ્ટ લગાડવાની શરુઆત કરી દો.
આ પણ વાંચો: Pani Puri Recipe: ઘઉંના લોટમાં આ વસ્તુ મિક્સ કરવાથી ફુલે અને કડક રહે પાણીપુરીની પુરી
આજે તમને કાળી અંડરઆર્મ્સને સાફ કરવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય જણાવી દઈએ. આ પેસ્ટ લગાડવાની શરુઆત કરશો એટલે ગણતરીના દિવસોમાં કાળી સ્કિન નોર્મલ થવા લાગશે.
આ પણ વાંચો: Hair Care: વાળ ઝડપથી કમર સુધી લાંબા થઈ જશે, આ 5 માંથી કોઈ 1 તેલથી રોજ કરો માલિશ
દહીં અને હળદર
અંડરઆર્મ્સની ડાર્કનેસ દુર કરવા માટે દહીં અને હળદરની પેસ્ટ લગાડવી જોઈએ. દહીં અને હળદરની પેસ્ટ લગાડવાથી થોડા જ દિવસોમાં કાળી સ્કિન નોર્મલ થવા લાગે છે. આ પેસ્ટ બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી દહીં લઈ તેમાં લીંબુનો રસ અને હળદર ઉમેરો. આ પેસ્ટને અંડરઆર્મ્સ પર લગાડી 10 મિનિટ રાખો. ત્યારબાદ પાણીથી સાફ કરો.
આ પણ વાંચો: Alum Benefits: ચહેરા પરના ડાઘ-ધબ્બા અને કરચલીઓ દુર કરવા આ રીતે કરો ફટકડીનો ઉપયોગ
અંડરઆર્મ્સની કાળી સ્કિનને સાફ કરવા માટે દહીં અને હળદરની પેસ્ટ સપ્તાહમાં 4 થી 5 વખત તો અપ્લાય કરવી. તેનાથી ઝડપથી રીઝલ્ટ જોવા મળશે.જો આ પેસ્ટ અપ્લાય કરવાથી તમને સ્કિન પર બળતરા થાય તો પેસ્ટમાં લીંબુનો રસ ન ઉમેરવો. આ સિવાય વેક્સ કર્યા પછી એક દિવસ આ પેસ્ટ ન લગાડવી. ત્યારબાદ તેનો ઉપયોગ કરી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે