Home> Entertainment
Advertisement
Prev
Next

31 વર્ષની જાણીતી આ અભિનેત્રીએ ખોલ્યા સાઉથ ફિલ્મ ઈન્ડરસ્ટ્રીના દબાયેલા રહસ્યો, કહ્યું; 'નાભિ પર તો...'

Malavika Mohanan: હાલમાં દક્ષિણ ફિલ્મ ઉદ્યોગની એક જાણીતી અભિનેત્રીએ મોટો ખુલાસો કર્યો છે કે કેવી રીતે સાઉથની ફિલ્મોમાં અભિનેત્રીઓના અંગો અને નાભિ દેખાડવાને લઈને જબરદસ્ત ઓબસેશન જોવા મળે છે અનેતેના પર વધુ ધ્યાન આપવામાં આવે છે.

31 વર્ષની જાણીતી આ અભિનેત્રીએ ખોલ્યા સાઉથ ફિલ્મ ઈન્ડરસ્ટ્રીના દબાયેલા રહસ્યો, કહ્યું; 'નાભિ પર તો...'

Malavika Mohanan On Showing Navel Obsession In South: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી માલવિકા મોહનને તાજેતરમાં જ સાઉથની ફિલ્મોની અભિનેત્રીઓના નાભિને લઈને થનાર ઓબસેશન પર ખૂલીને વાત કરી હતી. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે આ એક મોટું સત્ય છે કે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનેત્રીઓની નાભિ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. તેમણે એવું પણ કહ્યું હતું કે ત્યાં એવું માનવામાં આવે છે કે જો અભિનેત્રીઓના શરીરનું લચીણાપણું વધુ હોય તો તેને દર્શકો વધુ પસંદ કરે છે.

fallbacks

સાથે તેમણે એ પણ સ્વીકાર્યું કે સાઉથ ફિલ્મ ઈન્ડરસ્ટ્રીમાં પ્રવેશ કર્યા પછી આ બાબત તેના માટે એક નવી અને આશ્ચર્યજનક હતી. માલવિકાએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે પહેલીવાર ફિલ્મોમાં પગ મૂક્યો ત્યારે તે પોતે પણ તેની નાભિ માટે દર્શકોનો ક્રેઝ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે સોશિયલ મીડિયા પર અભિનેત્રીઓની તસવીરો ઝૂમ કરવામાં આવે છે અને તેમના શરીરના કેટલાક ભાગો પર ફોકસ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે આ નાભિવાળું ઝુનૂન એકદમ વાસ્તવિક છે.

સાઉથની ફિલ્મોમાં નાભિ દેખાડવાનું ઓબસેશન
સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આ વાતને બિલકુલ અવગણી શકાય નહીં. તેમણે મુંબઈ જેવા શહેરમાં આવું ક્યારેય જોયું ન હતું, તેથી તેમને પહેલા તો બધું વિચિત્ર લાગ્યું. માલવિકાએ તેના શરૂઆતના દિવસોમાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે જ્યારે તે 21 વર્ષની હતી અને તેમણે તેની પહેલી ફિલ્મ કરી તો લોકો તેમને ખૂબ પાતળી કહીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. તે સમયે તેની બોડી સ્ટ્રક્ચર ખૂબ જ પાતળું હતું, જેના કારણે લોકો સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરતા હતા.

ખૂબ પાતળી હોવાના કારણે કરતા હતા ટ્રોલ
કેટલાક લોકોએ તો 'હાડપિંજર' સુધી કહી દીધું હતું. આ ટ્રોલિંગે તેમને માનસિક રીતે ઘણી પરેશાન કરી હતી. માલવિકાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિને તેના શરીર માટે ટ્રોલ કરવામાં આવે છે ત્યારે તેની સીધી અસર તેના આત્મવિશ્વાસ પર પડે છે. તેમણે કહ્યું કે જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેમ તેમનું શરીર બદલાઈ ગયું અને તે થોડી કર્વી થઈ ગઈ, પરંતુ તેમ છતાં લોકો તેને ટ્રોલ કરવાનું ભૂલ્યા નહીં. તેમણે કહ્યું કે આ પ્રકારનું વર્તન વાસ્તવમાં એક પ્રકારની ગુંડાગીરી હોય છે.

માલવિકા મોહનનનો વર્કફ્રન્ટ
તેમણે કહ્યું કે આ પ્રકારની ગુંડાગીરી કોઈનું મનોબળ તોડી શકે છે અને તેમને પોતાની જાત પર શરમ પણ અનુભવી શકે છે. જો આપણે તેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો માલવિકા આવનારા સમયમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળવાની છે. તે ટૂંક સમયમાં સુપરસ્ટાર પ્રભાસ સાથે તેલુગુ ફિલ્મ 'ધ રાજા સાબ'માં જોવા મળશે. આ સિવાય તે કાર્તિ સાથે તમિલ ફિલ્મ 'સરદાર 2' અને મલયાલમ ફિલ્મ 'હૃદયપૂર્વમ'માં પણ જોવા મળશે. ચાહકો પણ તેને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More