Banana Peel For Teeth Whitening Tips : દૂધની જેમ ચમકતા દાત ન માત્ર આપણા સુંદરતા વધારવાનું કામ કરે છે પરંતુ આપણો આત્મવિશ્વાસ પણ વધારે છે. ઘણીવાર પીળા દાંતને કારણે શરમનો અનુભવ કરવો પડે છે. તમને જણાવી દઈએ કે પીળા દાંત હોવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે ખાવા-પીવાની આદતો, દવાઓ, ધૂમ્રપાન, કે મૌખિક સ્વસ્છતાની કમી, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ, રેડ વાઇન, ડાર્ક સોડા વગેરે. જો તમે પણ તમારા પીળા દાંતને મોતીની જેમ ચમકાવવા ઈચ્છો છો તો કેળાનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ કઈ રીતે તેનો ઉપયોગ કરવો.
કેળા એક એવું ફળ છે જેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કેળાને વિશ્વભરમાં પસંદ કરવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી6, પોટેશિયમ, મેંગનીઝ, મેગ્નીશિયમ અને ફાઇબર જેવા તમામ ગુણ હોય છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડે છે. તમને જણાવી દઈએ કે કેળાની છાલમાં બ્લીચિંગના ગુણ હોય છે, જે તમારા દાંતને સાફ રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ ફટાફટ ઘટવા લાગશે વજન, Baba Ramdev એ જણાવ્યો અસરકારક અને રામબાણ ઉપાય
દાંતને સફેદ બનાવવા માટે આ રીતે કરો કેળાનો ઉપયોગ- (How To Use Banana Peel For White Teeth)
પીળા દાંતને સફેદ બનાવવા માટે કેળાની છાલનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા એક બાઉલમાં કેળીના છાલના પલ્પને કાઢી લો. પછી તેમાં થોડું મીઠું અને થોડો લીંબુનો રસ નાખી મિક્સ કરો. હવે આ પેસ્ટને દાત પર લગાવો અને થોડીવાર ઘસો. પછી પાણીથી કોગળા કરી લો. થોડા દિવસ સુધી આમ કરવાથી તમારા દાત પર અસર દેખાશે. આ સિવાય તમે કેળાની છાલને દાત પર ઘસી શકો છો, જે દાત સાફ કરવામાં તમારી મદદ કરશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે