Anti Aging Face Pack: જેમ જેમ ઉંમર વધે તેમ તેની અસર ચહેરા અને શરીરના દરેક અંગની ત્વચા પર પણ દેખાય છે. વૃદ્ધત્વની સૌથી પહેલી નિશાની ત્વચા પર પડતી કરચલીઓ છે. જેની શરૂઆત ચહેરા અને ગરદનની ત્વચાથી થાય છે. સૌથી પહેલા ચહેરા અને ગરદન પર કરચલીઓ દેખાવાની શરૂઆત થાય છે.. ત્વચા પર કરચલીઓ એટલા માટે પડે છે કે ઉંમર વધે એટલે શરીરમાં કોલેજનની માત્રા ઘટી જાય છે. પરિણામે શરીરમાં ઇલાસ્ટિન પ્રોટીન ઘટી જાય છે અને ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે.
આ પણ વાંચો: ચણાના લોટમાં નહીં પડે ધનેડા, લોટ સાથે આ વસ્તુ રાખી દો, 1 વર્ષ સુધી ખરાબ નહીં થાય લોટ
આમ તો માર્કેટમાં એન્ટી એજિંગ સ્કિન પ્રોડક્ટ ઉપલબ્ધ હોય છે. જે ત્વચાની કરચલીઓને ઓછી કરવામાં મદદ કરે છે તેવો દાવો કરે છે. પરંતુ તમે ઘરે નેચરલ રીતે પણ ત્વચા પર પડતી કરચલીઓને દૂર કરી શકો છો. તેના માટે સ્કીન કેર રૂટિનમાં કેળાનો સમાવેશ કરો. કેળાનો આ રીતે ઉપયોગ કરવાથી ગણતરીના દિવસોમાં તમને મોંઘી ક્રીમને ફેલ કરે તેવું રીઝલ્ટ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
કેળા અને હળદરનું ફેસપેક
ચહેરા અને ગરદનની ત્વચા પર દેખાતી કરચલીઓને દૂર કરવા માટે પાકેલા કેળાની પેસ્ટ બનાવી તેમાં હળદર મિક્સ કરી દો. આ પેસ્ટમાં દહીં ઉમેરી ચહેરા અને ગરદન પર 15 મિનિટ માટે લગાવો. 15 મિનિટ પછી ફેસવોશ કરી લો.
આ પણ વાંચો: Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
કેળા અને દૂધ
ચેહરા પર પડતી કરચલીઓને દૂર કરવા માટે કેળા અને દૂધનો ઉપયોગ પણ કરી શકાય છે.. પાકેલા કેળાની પેસ્ટ બનાવી તેમાં કાચું દૂધ, મધ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર 15 મિનિટ સુધી રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.
આ પણ વાંચો: ચહેરા પરના અનિચ્છનીય વાળ દુર કરવાની નેચરલ રીતો, વેક્સ કે રેઝર યુઝ નહીં કરવા પડે
કેળા અને દહીં
એન્ટી એજીંગ ફેસપેક કેળા અને દહીંથી પણ બની શકે છે. તેના માટે એક વાટકીમાં દહીં લઈ તેમાં કેળાની પેસ્ટ અને સંતરાનો રસ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો અને 15 મિનિટ પછી વોશ કરી લો..
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે