Budh Margi 2025 Horoscope: જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ તર્ક, વિતર્ક, વેપાર, વ્યવસાય, વાણી, બુદ્ધિ, નેટવર્કિંગ સહિતની અવસ્થાનો કારક છે. જ્યારે કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત હોય છે તો જીવનમાં બધું જ સારું થાય છે. જો બુધ ગ્રહ નબળો હોય તો વ્યક્તિને જીવનમાં નુકસાન સહન કરવા પડે છે. ગ્રહોમાં બુધ ગ્રહ સૌથી નાનો છે પરંતુ જ્યારે તે ગોચર કરે છે તો તેની અસર 12 રાશિઓ પર પડે છે.
આ પણ વાંચો: ધનની તંગી દુર થશે, શ્રાવણ મહિનાના સોમવારે સાંજે કરો આ મહાઉપાય, મનોકામના થઈ જશે પુરી
18 જુલાઈ 2025 થી કર્ક રાશિમાં બુધ ગ્રહ વક્રી અવસ્થામાં છે. હવે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એટલે કે 11 ઓગસ્ટે બુધ ગ્રહ માર્ગી થઈ જશે. બુધ ગ્રહના માર્ગી થવાથી 3 રાશિના લોકોની સ્થિતિમાં સુધારો જોવા મળશે. અત્યાર સુધી જે સમસ્યાઓ ચાલતી હતી તેમાં રાહત મળી શકે છે. આ ત્રણ રાશિના લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ વધી શકે છે અને તે લક્ઝરી લાઈફ જીવી શકે છે. આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે ચાલો જાણીએ.
આ પણ વાંચો: Saptahik Rashifal: આ અઠવાડિયે ધન લાભની તકો પ્રાપ્ત થશે, સુખ-સમૃદ્ધિના યોગ બનશે
મેષ રાશિ
બુધ ગ્રહના માર્ગી થવાથી મેષ રાશિના લોકોને જમીન, સંપત્તિ સંબંધિત મામલે ખુશખબર સાંભળવા મળી શકે છે. સમાજમાં લોકો સાથે સંપર્ક સુધરશે. કારકિર્દીમાં આગળ વધવાની તકો પ્રાપ્ત થશે. બચત કરવામાં સફળતા મળશે. આ સમય દરમિયાન કબૂતરો અને ચણ નાખવાથી શુભફળ પ્રાપ્ત થશે.
આ પણ વાંચો: આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
મિથુન રાશિ
બુધ ગ્રહના માર્ગી થવાથી મિથુન રાશિને પણ સારા પરિણામ મળી શકે છે. સરકારી નોકરી મેળવવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. આ સમય દરમિયાન નવા વસ્ત્ર કે આભૂષણની ખરીદી થઈ શકે છે. વાણીથી સમાજમાં સન્માન મળશે. સમાજમાં પ્રતિષ્ઠા વધી શકે છે.
આ પણ વાંચો: શિવ પૂજા કર્યા પછી મંદિરમાં 3 તાળી વગાડવી જરૂરી, જાણો 3 તાળીનું મહત્વ અને સાચી રીત
કન્યા રાશિ
બુધ ગ્રહના માર્ગી થવાથી કન્યા રાશિને પણ ફાયદો થશે. બુધ ગ્રહ લાભ ભાવમાં માર્ગી થશે જેને અનુકૂળ સ્થિતિ માનવામાં આવે છે. તેનાથી આવક વધી શકે છે. કારોબારમાં આવતી અડચણ દૂર થાય. સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સુધરશે. અટકેલા કામ પૂરા થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે