Home> LifeStyle
Advertisement
Prev
Next

Recipe: ઘરે બનાવો દહીંવાળા મરચા, પરોઠા સાથે શાક બનાવવાની જરૂર નહીં પડે, નાના-મોટા સૌને ભાવશે આ મરચા

Dahi Wali Mirchi: ઘરમાં જ્યારે પરોઠા બને ત્યારે એકવાર શાકને બદલે આ રીતે દહીંવાળા મરચા બનાવજો. આ મરચા તીખા નહીં લાગે અને નાના-મોટા સૌ કોઈને ભાવશે. આ મરચા બનાવશો તો પરોઠા સાથે ખાવા માટે કોઈ શાકની જરૂર પણ નહીં પડે.
 

Recipe: ઘરે બનાવો દહીંવાળા મરચા, પરોઠા સાથે શાક બનાવવાની જરૂર નહીં પડે, નાના-મોટા સૌને ભાવશે આ મરચા

Dahi Wali Mirchi: દરેક ઘરમાં ખાવા-પીવાના શોખીન લોકો હોય છે. રોજ બનતી રસોઈ સિવાય નવી નવી વસ્તુઓ ખાવી પણ પસંદ હોય છે. રોટલી, શાક સાથે અલગ અલગ અથાણા ખાવાનું લોકો પસંદ કરતા હોય છે. આજે તમને દહીં અને મરચાનું ટેસ્ટી અથાણું બનાવવાની રીત જણાવીએ. આ રીતે એકવાર આ અથાણું બનાવી લેશો તો ઘરના લોકોને રોટલી, પરોઠા સાથે શાકની જરૂર પણ નહીં પડે. 

fallbacks

આ પણ વાંચો: ઘરે બનાવો લીલા મરચાંની ચટણી, સેન્ડવીચથી લઈ ભજીયા સુધી દરેક વસ્તુ સાથે બેસ્ટ લાગશે

આજે તમને જણાવીએ ઘરે એકદમ સરળ રીતે દહીંવાળા મરચા કેવી રીતે બનાવવા. આ મરચા રોટલી, પરોઠા, ભાત, પુરી કોઈપણ વસ્તુ સાથે ખાઈ શકાય છે. પરોઠા સાથે દહીંવાળા મરચા સૌથી વધારે ટેસ્ટી લાગે છે. આ મરચા ઓફિસના ટિફિનમાં પણ મુકી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે આ વાનગી બનાવવી ઈઝી છે. 

દહીં વાળા મરચા બનાવવા માટે જરૂરી સામગ્રી

આ પણ વાંચો: ચા બનાવતી વખતે કરેલી આ ભુલના કારણે ઝેર બને છે ચા, જાણો મસાલા ચા બનાવવાની સાચી રીત

લીલા મરચા
દહીં
જીરું
ધાણા પાવડર
મીઠું
લાલ મરચું
તેલ
હીંગ
હળદર

આ પણ વાંચો: 10 મિનિટમાં બની જશે ખજૂર આમલીની ચટપટી ચટણી, ફટાફટ બનાવવી હોય ત્યારે આ રીત ટ્રાય કરજો

દહીંવાળા મરચા બનાવવાની રીત

- દહીં વાળા મરચા બનાવવા માટે સૌથી પહેલા 12 થી 15 લીલા મરચા લઈ તેને ધોઈને તેમાં વચ્ચે ચીરો કરી સાઈડ પર રાખો.
- એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હીંગ ઉમેરી વઘાર તૈયાર કરો.
- હવે આ વઘારમાં મરચા ઉમેરી સાંતળો. 

આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો ચણાની દાળનું પુરણ ભરેલા પરોઠા, સવારના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન

- મરચા સોફ્ટ થઈ જાય એટલે તેમાં હળદર, મરચું પાવડર, ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
- ત્યારબાદ તેમાં 1 વાટકી દહીં ઉમેરો અને તુરંત ગેસ બંધ કરી મરચાને દહીં સાથે મિક્સ કરો. 
- દહીં સારી રીતે મિક્સ થયા પછી ગેસ ઓન કરી મરચાને 1 થી 2 મિનિટ માટે ધીમા તાપે ઉકાળી લો.
- આ રીતે તૈયાર કરેલા મરચા ગરમાગરમ રોટલી કે પરોઠા સાથે ખાઈ શકાય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More