Dhaba Style Dal Tadka Recipe: જ્યારે પણ ઢાબામાં જમવા જવાનું થાય તો લોકો દાલ તડકા ખાસ ખાતા હોય છે. ઢાબામાં મળતી દાળને યાદ કરીને પણ મોંમાં પાણી આવી જાય. કારણ કે તે દાળનો સ્વાદ જોરદાર હોય છે. ઘરે પણ રેસ્ટોરન્ટ જેવી દાલ બનાવવી હોય તો તેના માટે યોગ્ય માપ સાથે દાળ લેવી જરૂરી છે.
આ પણ વાંચો: Recipe: ચટાકેદાર પાવભાજી બનાવવાનું આ છે સીક્રેટ, સામગ્રી ઉમેરવામાં આ સ્ટેપ ફોલો કરવા
ઢાબામાં બનતી દાલ તડકામાં 3 પ્રકારની દાળનો ઉપયોગ થાય છે. જેના કારણે દાળ ઘટ્ટ બને છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. આજે તમને જણાવીએ ઢાબા સ્ટાઈલ દાલ તડકાની રેસીપી તે પણ પરફેક્ટ માપ સાથે. આ માપ સાથે દાળ લઈ આ સ્ટેપ ફોલો કરી દાળ બનાવશો તો ઘરે પણ ઢાબામાં મળે એવી જ દાળ બનશે.
દાલ તડકા માટેની સામગ્રી
આ પણ વાંચો: Mosquito: ઘરના ખૂણે-ખૂણામાં છુપાયેલા મચ્છર પણ ભાગી જશે, રુમમાં કરી દો આ તેલનો દીવો
તુવર દાળ - અડધો કર
ચણાની દાળ - 4 ચમચી
મગની દાળ - 4 ચમચી
1 ઝીણી સમારેલી ડુંગળી
1 ઝીણું સમારેલું ટમેટું
આદુ-લસણની પેસ્ટ 1 ચમચી
લાલ મરચું પાવડર
મીઠું
આ પણ વાંચો: હોઠને નેચરલી પિંક બનાવવા અપનાવો આ 3 ઘરેલુ ઉપાય, લિપસ્ટિક કરવાની જરૂર નહીં પડે
હળદર
ધાણાજીરું
ગરમ મચાલો
સુકા લાલ મરચાં
હીંગ
1 તમાલપત્ર
વઘાર માટે જીરું
1 ટુકડો તજ
4 ચમચી ઘી
3 થી 4 કળી લસણ ઝીણું સમારેલું
આ પણ વાંચો: આ વસ્તુ મુકી ઘઉં, ચોખા, દાળ જેવા અનાજ સ્ટોર કરવા, ડબ્બાની આસપાસ પણ નહીં ફરકે ધનેડા
દાલ તડકા બનાવવાની રીત
3 દાળને સારી રીતે પાણીથી ધોઈ લેવી. દાળમાં મીઠું અને હળદર ઉમેરી 4 થી 5 સીટી કરી બાફી લેવી. જ્યારે દાળ બફાઈ જાય ત્યારે એક વાસણમાં 2 ચમચી ઘી ગરમ કરી તેમાં જીરું. તમાલપત્ર, તલ ઉમેરી વઘાર કરો.
ત્યારબાદ તેમાં ડુંગળી, આદુ-લસણની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં ટમેટા ઉમેરો. ટમેટા કુક થઈ જાય અને ઘી છુટું પડી જાય એટલે તેમાં લાલ મરચું, ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો.
આ પણ વાંચો: ઘરે આઈસક્રીમ જેવું ઘટ્ટ અને સ્વાદિષ્ટ દહીં જામશે, આ ટીપ્સ ફોલો કરવાનું શરુ કરી દો
તૈયાર કરેલા મસાલામાં બાફેલી દાળ ઉમેરી ધીમા તાપે ઉકાળવા દો. 5 મિનિટ દાળ ઉકળે પછી મીઠું ચેક કરી ગેસને બંધ કરો. દાળમાં ઉપરથી પણ વઘાર કરવાનો હોય છે. તેના માટે એક વઘારીયામાં ઘી ગરમ કરી તેમાં હીંગ, ઝીણું સમારેલું લસણ અને લાલ મરચું સાંતળો અને વધારને દાળની ઉપર રેડી દો. છેલ્લે દાળમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરી ગરમાગરમ સર્વ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે